બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / Justin Trudeau says Canada not looking to escalate situation with India

રાજદ્વારી / હવે ભારત- કેનેડા વચ્ચે થઈ જશે સમાધાન ! આખરે PM ટ્રુડોને ઝૂકવું પડ્યું, આપ્યું મોટું નિવેદન

Hiralal

Last Updated: 10:04 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

41 રાજદ્વારીઓને પાછા બોલાવવાના ભારતના નિર્ણય બાદ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સમાધાનકારી વલણ અપનાવીને ભારત સાથે સારા સંબંધો ચાલું રાખવાનું રટણ કર્યું છે.

  • 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાના ભારતના નિર્ણયની પ્રતિક્રિયા
  • કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો પડ્યાં નરમ
  • હવે બોલ્યાં- ભારત સાથે સારા સંબંધો રાખવા માગીએ છીએ

41 રાજદ્વારીઓને પાછા બોલાવવાના ભારતના નિર્ણય બાદ કેનેડાના પ્રધાનમંત્રી ઢીલા પડ્યાં છે અને હવે તેમની શાન ઠેકાણે આવી ગઈ છે. જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કહ્યું હતું કે કેનેડા નવી દિલ્હી સાથે વિવાદ વધારવા માગતો નથી. કેનેડા ભારત સાથે જવાબદાર અને રચનાત્મક સંબંધ ચાલુ રાખશે. ટ્રુડોને પૂછવામાં આવ્યું હતું કે શું તેમની સરકાર નવી દિલ્હી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે બદલો લેશે? જવાબમાં તેમણે કહ્યું હતું કે, "અમે એવું કામ કરવા જઈ રહ્યા છીએ જે આ મુશ્કેલ સમયમાં પણ ભારત સાથે રચનાત્મક સંબંધો ચાલુ રાખવામાં મદદ કરશે. તેમાં કોઈ શંકા નથી કે અમે ખૂબ જ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. તેથી અમારા માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અમારા માટે જમીન પર રાજદ્વારીઓ હોય જે કેનેડિયનો અને કેનેડિયન પરિવારોને મદદ કરવા માટે ભારત સરકાર સાથે કામ કરે છે.

કેમ આપી ટ્રુડોની ટીપ્પણી 
ટ્રુડોની આ ટીપ્પણી 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાના ભારતના નિર્ણય બાદ આવી છે. સ્પસ્ટ છે કે ભારતના આ મોટા નિર્ણયથી ટ્રૂડો નરમ પડી ગયા હતા. 

આજે ભારતે કેનેડામાંથી તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવવાનો આપ્યો આદેશ 
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી તણાવ ઓછો થતો જણાતો નથી. કેનેડા સાથે બગડતા સંબંધો વચ્ચે, ભારતે કેનેડાને તેના 40 થી વધુ રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતે આ કર્મચારીઓને તેમના વતન પરત જવા માટે 10 ઓક્ટોબરની સમયમર્યાદા નક્કી કરી છે.  એક અહેવાલ મુજબ ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ છે અને ભારતે અગાઉ કહ્યું હતું કે કુલ સંખ્યામાં 41નો ઘટાડો કરવો જોઈએ. ભારત સરકારે મંગળવારે કેનેડામાંથી તેના 41 રાજદ્વારી કર્મચારીઓને પાછા બોલાવવા જણાવ્યું હતું. આ સાથે જ ભારતે કેનેડાને જણાવ્યું છે કે જો આમાંથી કોઈ પણ રાજદ્વારી 10 ઓક્ટોબર પછી વધારે રોકાણ કરશે તો તેમની રાજદ્વારી છૂટ રદ કરવામાં આવશે. 

કેવી રીતે ઉભો થયો ભારત-કેનેડા વચ્ચે સંબંધ 
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો ભારત પર આરોપ લગાવ્યા બાદ સપ્ટેમ્બરમાં બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો અને આ આરોપોને પગલે બંને દેશો વચ્ચેના સંબંધો સર્વકાલીન નીચા સ્તરે પહોંચી ગયા છે.  જણાવી દઈએ કે, નિજ્જરને 18 જૂનના રોજ સરેમાં ગુરુદ્વારાની બહાર બે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી દીધી હતી. આ વાત પર થોડા દિવસ પહેલા કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ કહ્યું કે કેનેડિયન સુરક્ષા એજન્સીઓ "ભારત સરકારના એજન્ટો અને કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યા વચ્ચેના સંભવિત જોડાણના વિશ્વસનીય આરોપોને સક્રિયપણે અનુસરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ