બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / justice uu lalit has chosen dy chandrachud in his place as chief justice of india

BIG NEWS / દેશના 50માં CJI બનશે જસ્ટિસ ચંદ્રચુડ, CJI યુયુ લલિતે સરકારને નામની કરી ભલામણ

Khevna

Last Updated: 11:23 AM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

​​​​​​​CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે, જેથી પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમણે જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની ભલામણ કરી છે.

  • CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે 
  • પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમણે જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની ભલામણ કરી 
  • ૯ નવેમ્બરનાં રોજ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ શપથ ગ્રહણ કરશે 

CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે 

જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ હવે દેશના ચીફ જસ્ટીસ બનશે. સીજેઆઈ ઉદય ઉમેશ લલિતે આજે એટલે કે મંગળવારે સવારે 10:15 વાગ્યે પોતાના ઉત્તરાધિકારીનું નામ પત્ર સરકારને મોકલ્યું. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ યૂયૂ લલિતે ૫૦માં ચીફ જસ્ટીસ તરીકે જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનું નામ મોકલ્યું છે. જણાવી દઈએ કે ગત દિવસો કાયદા તથા ન્યાય મંત્રાલયે ચીફ જસ્ટીસ ઉદય ઉમેશ લલિતને પત્ર લખીને તેમને નવા સીજેઆઈના નામની ભલામણ કરતા નિમણૂક સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરવામાં આવી હતી.

ઉત્તરાધિકારી તરીકે CJI ઉદય ઉમેશ લલિતે જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની ભલામણ કરી 

CJI ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો છે. CGI લલિત પછી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ સૌથી વરિષ્ઠ જજ હોવાથી તેઓ આ પદ માટેના મુખ્ય દાવેદાર છે. વાસ્તવમાં, ચીફ જસ્ટિસ લલિતની નિવૃત્તિમાં માત્ર એક મહિનો બાકી છે, તેમણે 27 ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેમણે ભૂતપૂર્વ CJI NV રમનાનું સ્થાન લીધું, જેઓ 26 ઓગસ્ટ, 2022ના રોજ નિવૃત્ત થયા હતા.

૯ નવેમ્બરનાં રોજ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ શપથ ગ્રહણ કરશે 

કાયદા અને ન્યાય મંત્રાલયે ટ્વિટ કર્યું હતું કે, 'ભારતના મુખ્ય ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા (એમઓપી)ના ભાગરૂપે, આજે માનનીય કાયદા અને ન્યાય પ્રધાને એક માનનીય મુખ્ય ન્યાયાધીશને પત્ર, તેમને તેમના અનુગામીની નિમણૂક કરવા જણાવ્યું. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા સંબંધિત મેમોરેન્ડમ પ્રક્રિયા (MoP) હેઠળ, આઉટગોઇંગ ચીફ જસ્ટિસ તેમના ઉત્તરાધિકારીનાં નામની ભલામણ કરી રહ્યા હતા. 

ચીફ  જસ્ટીસ પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં દેશના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને જ પસંદ કરે છે. આ પરંપરા અનુસાર, ન્યાયાધીશ ચંદ્રચુડ દેશના ૫૦માં ચીફ જસ્ટીસ બનશે અને ૯ નવેમ્બરના રોજ તેઓ શપથ ગ્રહણ કરશે. તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના જજ ૬૫ વર્ષની ઉંમરે સેવાનિવૃત્ત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ