બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભારતીય સેનામાં 1,77,500 પગારવાળી નોકરી! જલ્દી-જલ્દી અહીંયા અરજી કરી દો

ખાસ કામનું / ભારતીય સેનામાં 1,77,500 પગારવાળી નોકરી! જલ્દી-જલ્દી અહીંયા અરજી કરી દો

Nirav Kumar

Last Updated: 11:12 AM, 11 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન આર્મીમાં ભરતી પડી છે. જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 નવેમ્બર 2025 છે. જો તમે આ લેફ્ટનન્ટના પદ પર સિલેક્ટ થાવ છો તો તમને 1,77,500 રૂપિયા સુધીનો પગાર મળશે.

જે લોકો ઇન્ડિયન આર્મીમાં નોકરી કરવા માંગે છે તેઓ માટે એક સારો મોકો આવ્યો છે. કેમ કે, ભારતીય સેનાએ 143 ટેક્નીકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-143) માટે ભરતી બહાર પાડી છે. આ ભરતમાં યોગ્ય ઉમેદવારોને લેફ્ટનન્ટના પદ પર સીધી પોસ્ટિંગ મેળવી શકે છે. જેમાં કુલ 30 જગ્યાઓ ભરવામાં આવશે.

આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 8 ઓક્ટોબર 2025 ના રોજ શરૂ થઈ ગઈ છે જેમાં ઉમેદવારો 6 નવેમ્બર 2025 સુધી ફોર્મ ભરી શકે છે. આ ભરતી મુખ્યત્વે એવા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે છે જેઓ સેનામાં અધિકારી બનવા માંગે છે.

  • શું છે ટેક્નીકલ ગ્રેજ્યુએટ કોર્સ?

ટેક્નીકલ ગ્રેજ્યુએટ કોર્સ એક વિશેષ ભરતી પ્રોસેસ છે જેનાથી એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટસને ભારતીય સેનામાં અધિકારી તરીકે પસંદ કરાય છે. જેમાં ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ઉમેદવારોને લેફ્ટનન્ટના પદ પર પોસ્ટ કરવામાં આવે છે. આ ભરતી પ્રોસેસમાં પસંદ કરાયેલા ઉમેદવારોને તેમની ટ્રેનિંગ દરમિયાન 54,400 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ મળે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ લેફ્ટનન્ટનો પગાર દર મહિને 56,100 થી 1,77,500 રૂપિયા સુધીનો હશે, જેમાં અલગથી ભથ્થા પણ મળશે.

vtv app promotion

  • શૈક્ષણિક લાયકાત

માન્ય યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ ડિગ્રી પુરી કરેલી હોવી જોઈએ. અહીંયા સ્વીકાર્ય સ્ટ્રીમમાં સિવિલ, કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ અને બીજી એન્જિનિયરિંગ સ્ટ્રીમનો સમાવેશ થાય છે. જેમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ પણ અહીંયા ફોર્મ ભરી શકે છે. પરંતુ તેમને 1 જુલાઈ 2026 સુધીમાં તેમની ડિગ્રી પુરી કરવાની રહેશે.

  • વય મર્યાદા અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ  

અહીંયા ઉંમર 1 જુલાઈ 2026 સુધીમાં 20 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તેમની જન્મ તારીખ 1 જુલાઈ 1999 અને 30 જૂન 2006 ની વચ્ચે હોવી જોઈએ. પસંદગી માટે ઉમેદવારો પાસે 2.4 કિમી દોડ, 40 પુશઅપ્સ, 6 પુલઅપ્સ, 30 સિટઅપ્સ, 30 સ્ક્વોટ્સ, 10 જંગેસ અને સ્વિમિંગ આવડતું હોવું જોઈએ.

વધુ વાંચો : પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી પડી છે, જાણો યોગ્યતાથી લઇને એપ્લાયની છેલ્લી તારીખ

  • આ રીતે કરવી અરજી
  1. ફોર્મ ભરવા  માટે, ઉમેદવારોએ પહેલા ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ, www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવી.
  2. ત્યાર બાદ Officer Entry Apply/Login પર ક્લિક કરવું.
  3. જો ઉમેદવારોએ પહેલાથી રજીસ્ટર્ડ નથી તો પહેલા Register કરો.
  4. રજિસ્ટ્રેશન પ્રોસેસ પિરિ થયા બાદ ડેશબોર્ડ પર Apply Online પર ક્લિક કરો.
  5. ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સની બાજુમાં Apply લિંક પર ક્લિક કરીને અરજી ફોર્મ ખોલો.
  6. જ્યાં તમારી પર્સનલ જાણકારી શિક્ષણની ડિટેલ, સંપર્કની વિગત અને બીજી જરૂરી માહિતી ભરવાની રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lieutenant Post Indian Army Technical Graduate Course
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ