બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી પડી છે, જાણો યોગ્યતાથી લઇને એપ્લાયની છેલ્લી તારીખ

કરિયર / પોસ્ટ પેમેન્ટ બેંકમાં ભરતી પડી છે, જાણો યોગ્યતાથી લઇને એપ્લાયની છેલ્લી તારીખ

Nirav Kumar

Last Updated: 02:43 PM, 10 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો બેંકમાં નોકરી મેળવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. કેમ કે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ભરતી પડી છે.

સરકારી બેંકમાં નોકરીની તૈયારીઓ કરતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ગ્રામીણ ડાક સેવક (GDS)ની જગ્યા માટે ભરતી પાડી છે. જેમાં કુલ 348 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં ફોર્મ ભરવાની શરૂઆત 9 ઓક્ટોબર 2025 ના રોજ શરૂ થઈ છે અને 29 ઓક્ટોબર 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  • શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે બેંકની ઓફિશિયલ વેબસાઇટ ippbonline.com કે IBPS પોર્ટલની મુલાકાત લેવાની રહેશે. જેના માટે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી સ્નાતક કરેલ હોવું જોઈએ. તેમાં કોઈપણ વિષયમાં સ્નાતક કરેલ ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. ઉમેદવારોની પસંદગી તેમના ગ્રેજ્યુએશન માર્ક્સ પર કરવામાં આવશે. જો અરજદારોની સંખ્યા વધુ હશે તો બેંક ઓનલાઈન પરીક્ષા પણ યોજી શકે છે.


vtv app promotion
  • વય મર્યાદા

જો તેની વય મર્યાદા વિશે વાત કરવી હોય તો અરજદારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને મહત્તમ 35 વર્ષની હોવી જોઈએ. જેમાં ઉંમર 1 ઓગસ્ટ 2025 થી ગણવામાં આવશે. સરકારી નિયમો અનુસાર અનામત કેટેગરીના લોકોને ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે.

  • પગાર

અહીંયા પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 30,000 રૂપિયા સુધીનો પગાર, મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું અને આવાસ જેવા બીજા સરકારી લાભો મળશે. અહીંયા તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 750 રૂપિયા ભરવાની રહેશે છે જેને ઓનલાઈન સબમિટ કરી શકાશે.

વધુ વાંચો : Bank Bharti 2025: નો એક્ઝામ, ડાયરેક્ટ સિલેક્શન, જલ્દી કરો, નહીંતર તારીખ જતી રહેશે

  • ફોર્મ ભરવાની પ્રોસેસ
    અહીંયા ફોર્મ ભરવાની પ્રોસેસ સંપૂર્ણ રીતે ઓનલાઈન રહેશે. જેમાં ઉમેદવારોએ બેંકની વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ તમારી પર્સનલ  માહિતી ભરવી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા. આ સાથે તમારો ફોટો અને સહી સ્કેન કરવી તથા અરજી ફી ભરવી. ફોર્મ સબમિટ કર્યા બાદ ઉમેદવારોએ તેની પ્રિન્ટ કાઢીને સાચવીને રાખવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Post Payments Bank Bank Job Gramin Dak Sevak
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ