બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વડોદરાના સમાચાર / કમોસમી વરસાદ પર ગુજરાત સરકારનો મોટો નિર્ણય, તમામ જિલ્લાને અપાયા મોટા આદેશ

ગાંધીનગર / કમોસમી વરસાદ પર ગુજરાત સરકારનો મોટો નિર્ણય, તમામ જિલ્લાને અપાયા મોટા આદેશ

Published By: Krutarth Joshi

Last Updated: 05:19 PM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

150મી જન્મજયંતિની ઉજવણીમાં સ્ટેમ્પનું વિમોચન પીએમ મોદી કરશે. 367 કરોડના ખર્ચે મ્યુઝિયમનું ખાતમુહર્ત કરાશે. બિરસા મુડાભવનનું 303 કરોડ ખર્ચે ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 17 નવેમ્બરના સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

Gandhinagar News : કેબિનેટ બેઠક બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કમોસમી વરસાદ બાદ સરકાર એક્શન મોડ પર છે. સરકાર પાક સહાય બાબતે કરશે મહત્વની જાહેરાત કરી હતી. પીએમ કાર્યક્રમ બાબતની ચર્ચા આજની કેબિનેટમાં ચર્ચા થઈ હતી. આવતીકાલે પીએમ મોદી બરોડા આવશે. PM નરેન્દ્ર મોદી 5.30 વાગ્યે એકતાનગરમાં પહોચશે. 1229 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ઇ બસોને લીલી ઝંડી આપાશે.

પીએમ મોદી પહોંચશે સ્ટેચ્યુ ઓફ યુનિટી

150મી જન્મજયંતિની ઉજવણીમાં સ્ટેમ્પનું વિમોચન પીએમ મોદી કરશે. 367 કરોડના ખર્ચે મ્યુઝિયમનું ખાતમુહર્ત કરાશે. બિરસા મુડાભવનનું 303 કરોડ ખર્ચે ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 17 નવેમ્બરના સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : જે પણ હાથમાં આવે તે ઉપાડી માર્યું, સાબરકાંઠામાં મહિલા પર હિચકારો હુમલો, લોકોએ તમાશો જોયો

કમોસમી વરસાદ બાબતે ચર્ચા થઇ

કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદ બાબતે ચર્ચા થઈ. CM ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ ચર્ચા કરી હતી. સૌથી વધારે વરસાદ હતો એવા જિલ્લામાં મંત્રીઓને મોકલ્યા હતા. કુદરત રુઠતી હોય છે ત્યારે કઈ થઈ શકતું નથી. પરંતુ ખેડૂત ફરી બેઠો થાય એવી કામગીરી કરવામાં આવશે. ખેડૂત પોતાના પાકને નાના બાળકની જેમ ઉછેરતો હોય છે. સીએમ અધિકારીઓને નુકસાનની તપાસ માટે આદેશ આપ્યા છે. 5 જિલ્લાઓમાં ભારે વરસાદથી નુકશાન થયુ છે.

તમામ જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ થઇ છે

ક્યાં જિલ્લા તાલુકા અને ગામમાં કેવી પરિસ્થિતિ છે એ સીએમ મોનીટરીંગ કરી રહ્યા છીએ. જ્યાં પણ નુકશાન છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતો સાથે જ છે. સરકાર જે કરી રહી છે એ ઉપકાર નથી સરકારની કામગીરી જ છે.અસરગ્રસ્ત તમામ જિલ્લામાં સર્વેની કામગીરી કરવાનો આદેશ અપાયો છે. આગામી 7 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. ટેક્નોલોજીના માધ્યમથી સર્વે કામગીરી કરવામાં આવશે. ફિઝિકલ સર્વે ટીમ તૈયાર કરીને સર્વે કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ 10 લાખથી વધુ હેક્ટરમાં નુકશાન થયું છે. મગફળી, સોયાબીન, તુવેર, ડાંગર, કપાસ, શેરડીમાં નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદમાં હજુ અમુક પાકો ખેતરમાં ઊભા છે. એમાં પણ પાક એડવાઇઝરી નોટ તૈયાર કરવામાં આવી છે. જલ્દી થી સર્વે કરીને પેકેજ જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

orders all districts to address the problems press conference Jitu Vaghani

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ