આવી રીતે કરો Jio GigaFiber કરો બુક, મળશે 3 મહિના સુધી ફ્રી અનલિમિટેડ ડેટા

By : krupamehta 02:42 PM, 10 August 2018 | Updated : 02:42 PM, 10 August 2018
Jio GigaFiber માટે રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટથી શરૂ થવા જઇ રહ્યું છે. એ પહેલા જાણવું જરૂરી છે કે આ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવામાં આવે. સૌથી પહેલા જણાવી દઇએ કે આ સર્વિસને પહેલા કેટલીક જગ્યા પર શરૂ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે કંપની કુલ 1100 શહેરોને એના માટે રોલઆઉટ કર્યા છે. વાસ્તવમાં આ રજિસ્ટ્રેશન વહેલા તે પહેલાના ધોરણે આધાર પર કરવામાં આવી રહ્યું છે. એટલે કે જે શહેર અથવા લોકેશનથી સૌથી વધારે રજિસ્ટ્રેશન કરવામાં આવશે. પહેલા તબક્કામાં એમને જ સર્વિસ આપવામાં આવશે. 

Jio GigaFiber કનેક્શન માટે યૂઝર્સને ખુદ રજિસ્ટર કરવું પડશે. એના માટે MyJiOApp અથવા Jio અથવા Jioની વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ જિયો તરફથી રજિસ્ટ્રેશને કન્ફર્મ કરવામાં આવશે, ત્યારબાદ કંપની એવું જોશે કે કઇ જગ્યાએથી સૌથી વધારે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. લોકેશન કન્ફર્મ થયા બાદ Jio GigaFiberને એ લોકેશન પર ઇન્સ્ટોલ કરી દેશે.. આટલું જ નહીં કંપની યૂઝર્સને Jio GigaFiber મોડમ અને Jio GigaTv પણ આપશે. 

Jio GigaFiberને પોતાના લોકેશન પર ઇન્સ્ટોલ કર્યા બાદ હાઇ સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટને પણ ત્યાં રોલઆઉટ કરવામાં આવશે. એનાથી 1Gbpsની ડાઉનલોડ સ્પીડ સુધી ઇન્ટરનેટનો યૂઝ કરી શકે છે. જણાવી દઇએ કે Jio GigaTv એક સેટ ટોપ બોક્સ છે જે Jio GigaFiberની સાથે મળશે, જેને ટીવી સાથે કનેક્ટ કરીને દેશભરમાં એચડી વીડિયો કોલિંગ કરી શકે છે. જો કે કંપની તરફથી હજું એવું સ્પષ્ટ થયું નથી કે આ ચેનલ જોઇ શકાશે કે નહીં. 

જણાવી દઇએ કે Jio GigaFiber બ્રોડબેન્ડ કનેક્શન ફ્રી માં મળશે, પરંતુ ઇન્સ્ટોલેશન ચાર્જ આપવો પડશે. આટલું જ નહીં પરંતુ જ્યારે સર્વિસ છોડસો તો પૂરા પૈસા રિફંડ કરી દેવામાં આવશે. કંપની 3 મહિનાની ફ્રી સર્વિસ પણ આપશે. રિપોર્ટ પ્રમાણે Jio GigaFiber સતત 700Mbpsw સુધી સ્પીડ ઉપલબ્ધ કરાવી રહી છે. Recent Story

Popular Story