કન્નડ સિનેમાની અભિનેત્રી અને બિગબોસ કન્નડની કન્ટેસ્ટન્ટ જયશ્રી રમૈયાનું આજે નિધન થયું છે.
કન્નડ સિનેમાની એક્ટ્રેસે કરી આત્મહત્યા
જયશ્રી રમૈયા ડિપ્રેશનનો બની હતી શિકાર
કામ ન મળવાને કારણે ડિપ્રેશનમાં હોવાની પ્રાથમિક માહિતી
બેંગ્લોર સ્થિત તેના ઘરે તેની લાશ ફાંસી પર લટકેલુ મળ્યુ હતુ. કહેવામાં આવી રહ્યું છે કે જયશ્રી છેલ્લા થોડા સમયથી ડિપ્રેશનથી ઝઝૂમી રહી હતી. બેંગ્લોરના સંધ્યા કિરણ આશ્રમમાં તેનો ઇલાજ ચાલી રહ્યો હતો. જયશ્રીની આમ અચાનક વિદાયથી કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે.
ગયા વર્ષે જયશ્રી રમૈયાએ ફેસબૂક પોસ્ટ દ્વારા ડિપ્રેશનની જાણકારી આપી હતી. તેણે સોશ્યલ મિડીયા પર એક લાઇવ સેશન કર્યુ હતુ અને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે ત્યાં સુધી કહી દીધુ હતુ કે તે ડિપ્રેશનથી ફાઇટ નથી કરી શકતી અને તેને ઇચ્છા મૃત્યુ જોઇએ છે.
સુત્રો અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા થોડા સમયથી તેને કામ નહોતુ મળી રહ્યું જેના કારણે તે ખુબ પરેશાન હતી અને તેણે આ વાત ઘણીવાર તેના મિત્રો સામે પણ કર્યુ હતુ.