બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મહેસૂલના કામમાં મુંઝાતા નહીં! આ પોર્ટલ પર વિભાગમાં પ્રતિભાવ અને ફરિયાદ આપવાની સુવિધા, અધિક સચિવે જણાવ્યું આયોજન
Last Updated: 04:55 PM, 11 November 2024
મહેસુલ વિભાગના IORA પોર્ટલ પરથી સરાકારની વિવિધ 36 જેટલી સેવાઓ અને યોજનાઓ અંગે અભિપ્રાય મેળવાશે. જેમાં બીનખેતી, હયાતી હક્ક, વારસાઇ અરજી, ખેડૂત પ્રમાણપત્ર સહિતની સેવાઓ અંગે લોકો શું વિચારે છે, સેવા કેટલી ઝડપી છે તેમજ લોકો વિવિધ સેવાઓથી કેટલા સંતુષ્ટ છે તે અંગે સરકાર દ્વારા અભિપ્રાય લેવામાં આવશે.
ADVERTISEMENT
200 લોકોને કોલ કરી રહ્યા છે
સરકારની આ જાહેરાત અંગે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ નિવેદન હતું. જેમાં તેઓએ કહ્યું હતુ કે અમે સામેથી દરરોજ 200 લોકોને કોલ કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી ડેશબોર્ડ પદ્ધતિથી જ આ માટે કામ કરવામાં આવે છે.
ADVERTISEMENT
મુશ્કેલીના નિરાકરણ માટે...
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યનુ મહેસુલ વિભાગ નાગરિકો-ખેડૂતોના અભિપ્રાય મેળવશે. મહેસુલ વિભાગના iORA પોર્ટલ પરથી ફીડબેક મેળવશે. જેમાં ફીડબેક સેન્ટરના માધ્યમથી નાગરિકોનો અભિપ્રાય મેળવવામાં આવશે. ઉપરાંત iORA પોર્ટલ પરથી 36 સેવાઓના પ્રતિભાવ મેળવાશે. જેમાં બીનખેતી, હયાતી હક્ક, વારસાઈ અરજી, ખેડૂત પ્રમાણ પત્રના પ્રતિભાવ, અરજી સમયે પડેલી મુશ્કેલીના નિરાકરણ માટે પ્રતિભાવ મેળવવામાં આવશે.
જયંતી રવિના જણાવ્યા મુજબ વિભાગની કામગીરીમાં પારદર્શકતા આવે તેના માટે ફીડબેક સેંટર ઉભું કરવામાં આવ્યું છે. ઉપરાંત અમે સામેથી દરરોજ 200 લોકોને કોલ કરીએ છીએ. જેમાં સીએમ ડેશબોર્ડ પદ્ધતિ થી જ કામ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.