બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'અહીં આજે પણ ભગવાન સ્વામિનારાયણની ઊર્જાનો અનુભવ થાય છે', વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં શું બોલ્યા PM મોદી
Last Updated: 03:10 PM, 11 November 2024
Vadtal Dwishatabdi Mahotsav : વડતાલમાં ચાલી રહેલા દ્વિ શતાબ્દી મહોત્સવમાં આજે PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને ચાંદીના 200 રૂપિયાના સિક્કા સાથે ટપાલ ટીકીટનું અનવરણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાય માટે આજે અનેરો ઉત્સાહ પૂર્વક નો યાદગાર દિવસ હતો. જેમાં સ્થાનિક સંતો-મહંતો, સાંસદ-ધારાસભ્ય સાથે પૂર્વ CM વિજય રૂપાણી અને અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી જોડાયા હતા.
ADVERTISEMENT
#WATCH | Addressing a programme marking the 200th-anniversary celebrations of Shree Swaminarayan Mandir in Vadtal, Prime Minister Narendra Modi says "By the grace of Lord Shri Swaminarayan, a grand event of the Shatabdi Samaroh is being organized in Vadtal Dham. All the devotees… pic.twitter.com/06WpV6Wn6k
— ANI (@ANI) November 11, 2024
શું કહ્યુ PM મોદીએ ?
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રણામ કરું છું. વડતાલ ધામમાં દ્રિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. અહીં દેશ-વિદેશના હરિભક્તો આવ્યા છે. સ્વામિનારાયણની પરંપરા રહી છે કે,સેવા વગર તેમનું કોઈ કામ આગળ હોતું નથી. આજે લોકો પણ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મેં છેલ્લાં કેટલાક દિવસોમાં ટીવી પર આ સમારોહની તસવીરો જોઈ અને મીડિયા-સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને મારો આનંદ અનેકગણો વધી ગયો છે. વડતાલ ધામની સ્થાપનાના 200 વર્ષે આ દ્રિશતાબ્દી મહોત્સવનું આયોજન એ માત્રે ઈતિહાસની તારીખ નથી. આ મારા જેવા દરેક વ્યક્તિ માટે જે વડતાલ ધામમાં આસ્થા સાથે જોડાયા છે. તે મોટો અવસર છે.
#WATCH | Addressing a programme marking the 200th-anniversary celebrations of Shree Swaminarayan Mandir in Vadtal, PM Modi says "For us, this occasion is proof of the eternal flow of Indian culture. We have kept alive the spiritual consciousness of the Vadtal Dham established by… pic.twitter.com/uZbDcib572
— ANI (@ANI) November 11, 2024
આ સાથે PM મોદીએ કહ્યું કે, હું માનું છું કે, અમારા માટે અવસર ભારતીય સંસ્કૃતિના શાશ્વત પ્રવાહોનું પ્રમાણ છે. 200 વર્ષ પહેલાં જે વડતાલ ધામની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે કરી હતી. આજે પણ તેની આધ્યાત્મિક ચેતનાને જાગૃત રાખી છે. આજે પણ અહીં ભગવાન સ્વામિનારાયણની શિક્ષા, ઊર્જા અનુભવ કરી શકીએ છીએ. હું દરેક સંતોના ચરણોમાં પ્રણામ કરીને અને દરેક દેશવાસીઓને દ્રિશતાબ્દી મહોત્સવની શુભેચ્છા આપું છું.
વડતાલ મહોત્સવ અંતર્ગત લોન્ચ કરાયો ચાંદીનો 200 રૂ.નો સિક્કો
PM મોદીએ કહ્યું કે, મને આનંદ છે કે, ભારત સરકારે આ અવસરે 200 રૂપિયાનો ચાંદીનો એક સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે. આ પ્રતિક ચિન્હ આવનારી પેઢીઓના મનમાં આ મહાન અવસરની સ્મૃતિની જીવંત કરતા રહેશે. ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો દરેક વ્યક્તિ જાણે છે કે, આ પરંપરા સાથે મારો સંબંધ કેટલો જૂનો છે. મારી ઈચ્છા તો ઘણી હતી તમારી સાથે જૂની વાતો કરું અને બેસું. પણ જવાબદારી અને વ્યસ્તતાને લીધે આ સંભવ ના થયું. હું હૃદયથી તમારી વચ્ચે જ છું. મારું મન અત્યારે સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે.
સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ઐતિહાસિક ક્ષણ છે કેમ કે, શ્રીજી મહારાજે સ્વહસ્તે બનાવેલા કોઈપણ મંદિરની પ્રતિકૃતિ સાથે કોઈ ચલણી સિક્કો બનાવ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે અને વિશ્વભરમાં ફેલાયેલા સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ નિમિત્તે આચાર્ય મહારાજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હદયપૂર્વક આભાર માન્યો હતો. કોઠારી સ્વામીએ આ તબક્કે દેશના ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણનો પણ વિશેષ આભાર માન્યો હતો. દ્વિશતાબ્દી મહોત્સવમાં આ સિક્કાના વિમોચન પ્રસંગે ટેલીકોમ ડીસ્પ્યુટસ સેટલમેન્ટ & અપેલેટ ટ્રિબ્યુનલ ના ચેરમેન અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ બી.એન.પટેલ હાજર રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.