બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:53 PM, 18 July 2023
ADVERTISEMENT
Jasprit Bumrah Comback Indian Team: ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ લાંબા સમયથી એક ખેલાડીના ફિટનેસ અપડેટની રાહ જોઈ રહ્યા છે, તે છે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ. જી, હાં તાજેતરમાં જ બુમરાહે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને અત્યાર સુધીનું સૌથી મોટું અપડેટ આપ્યું છે. બુમરાહ ગયા વર્ષે સપ્ટેમ્બરથી સતત મેદાનથી બેક સ્ટ્રેસની સમસ્યાના કારણે બહાર રહ્યો છે.
જસપ્રીત બુમરાહે આ સમસ્યાને દૂર કરવા માટે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો હતો. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. લાંબા સમયથી તેની વાપસીને લઈને સતત સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બુમરાહ એશિયા કપમાંથી વાપસી કરી શકે છે. હવે તેણે પોતાની વાપસીને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં ઘણા ફોટા છે જેમાં તે બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સાથે બુમરાહે લખ્યું કે હું ઘરે પાછો આવી રહ્યો છું. આના પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે બુમરાહની વાપસી આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં જોવા મળી શકે છે.
વર્લ્ડ કપમાં ભારતીય ટીમની બોલિંગને મળશે મજબૂતી
આયર્લેન્ડ સામે જો બુમરાહ મેદાનમાં વાપસી કરે છે તો એશિયા કપ દરમિયાન ટીમ મેનેજમેન્ટને તેની ફિટનેસ યોગ્ય રીતે ટેસ્ટ કરવાની તક મળશે. આવી સ્થિતિમાં, જો બુમરાહ એશિયા કપમાં વધુ સારું પ્રદર્શન કરશે તો ભારતીય ટીમને ચોક્કસપણે વનડે વર્લ્ડ કપ પહેલા ઘણી રાહત મળશે. આ ટીમના ઝડપી બોલિંગ વિભાગને મજબૂત કરશે, જેમાં મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ પહેલેથી જ હાજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.