બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Jashodanagar area of Ahmedabad is deprived of basic facilities

ક્યાં છે વિકાસ? / અમદાવાદના જશોદાનગરમાં ઘરે-ઘરે પાણીના ફાંફા: સ્થાનિકે કહ્યું 'કોર્પોરેટર ચૂંટાયા બાદ જોવા જ નથી આવતા'

Dinesh

Last Updated: 04:38 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે, તેમણે કહ્યું કે, દરેક લોકોના ઘરે પાણીની લાઈન છે છતાં પાણી મળતું નથી

  • જશોદાનગરમાં નથી મળતું ઘરે-ઘરે પાણી
  • લોકોને નથી મળતી રોડ,સફાઈ અને પીવાના પાણીની સેવા
  • પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકોએ ઠાલવ્યો રોષ


અમદાવાદને એક તરફ સ્માર્ટ સિટી કહેવાય છે પરંતુ અમુક વિસ્તારોમાં એકદમ ગ્રામ્ય કક્ષાની સુવિધાઓ છે. અમદાવાદના પોશ વિસ્તારમાં જોરદાર વિકાસ થઇ રહ્યો છે પરંતુ છેવાડાના વિસ્તારોમાં લોકો હજૂ પણ રોડ, ગટર અને પાણી માટે વલખા મારી રહ્યાં છે. અમદાવાદના જશોદાનગર વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં હજૂ પણ પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ અને રોડની સમસ્યા વંચિત છે, જેને લઇ જનપ્રતિનિધિઓ પણ ધ્યાન આપતા ન હોવાથી સ્થાનિકોમાં ભારેભાર રોષ જોવા મળી રહ્યો છે. 

પ્રાથમિક સુવિધાઓ વર્ષો વિત્યા બાદ પણ મળી રહીં નથી.
અમદાવાદના જશોદાનગર ચોકડી નજીકની કેટલીક સોસાયટીઓમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, અમે ટેક્સ ભરીએ છીએ ત્યારે અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં પીવાના પાણી માટે નળ કનેક્શન, સારા રોડ, સ્ટ્રીટ લાઇટો અને સફાઇ જેવી સુવિધાઓ મળે છે પરંતુ અમને આ પ્રકારની કોઇ પ્રાથમિક સુવિધાઓ વર્ષો વિત્યા બાદ પણ મળી રહીં નથી.

સ્થાનિકોઓએ શું કહ્યું ?
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જનપ્રતિનિધિઓ પણ જવાબ આપતા નથી જ્યારે રોડની રજૂઆત લઇને મનપાના અધિકારીઓ પાસે જઇએ છીએ તો અમને ડામર ન હોવાનો જવાબ મળે છે જ્યારે પાછળની બાજૂમાં કોર્પોરેટરનું ઘર હોવાથી ત્યા ડામર ન હોવા છતા રોડ બની રહ્યો છે. પીવાનું પાણી ન મળતુ હોવાથી મહિલાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ જણાવ્યુ હતુ કે, કેટલાય સમય પહેલા તંત્ર દ્વારા પીવાના પાણી માટે પાઇપલાઇન નાંખી હતી પરંતુ હજૂ સુધી અમને નળ કનેક્શન પણ મળ્યા નથી

સળગતા સવાલ
જશોદાનગરમાં પ્રાથમિક સવિધા કેમ નથી આપવામાં આવતી?
શું જશોદાનગર અમદાવાદમાં નથી આવતું?
AMCના સત્તાધીશો જશોદાનગરનો વિકાસ ક્યારે કરશે?
જશોદાનગરમાં ઘરે-ઘરે પાણી કેમ નથી મળતું?
જશોદાનગરના રોડ પણ સારા કેમ નથી બનતા?
ટેક્સ લેવામાં પાછીપાની ન કરનારા અધિકારીઓ સુવિધા આપવામાં કેમ પાછીપાની કરે છે?
શું AMC પાસે ડામર ખરીદવાના પણ રૂપિયા નથી?
કોર્પોરેટરે ચૂંટણી પહેલાં કરેલા વાયદાનું શું થયું?
શું કોર્પોરેટરે માત્ર ચૂંટણી જીતવા માટે જ વાયદા કર્યા હતા?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ