બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / japan pm shinzo abe olympics held despite coronavirus pandemic virus outbreak

Coronavirus / ઓલમ્પિકને લઈને જાપાનના પ્રધાનમંત્રીએ કર્યો દાવો; કોરોના ભલે છે પણ...

Dharmishtha

Last Updated: 03:17 PM, 15 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ હોવાથી તમામ દેશોની ચિંતામાં વધારો થયો છે. જાપાનમાં પણ 825 કોરોનાના કેસ નોંધાયા છે. તેમ છતાં જાપાનના પ્રધાનમંત્રી શીન્ઝો આબે એ કહ્યું છે કે, ઓલમ્પિક અને પેરાઓલમ્પિકનું આયોજન નિયત કરાયેલા કાર્યક્રમ મુજબ જ કરવામાં આવશે.

  • જાપાનના પ્રધાનમંત્રીએ ઓલમ્પિકને લઈને આપ્યું નિવેદન
  • ઓલમ્પિક નિયત સમેય જ યોજાશે
  • જાપાન શેના આધારે કરી રહ્યું છે આ દાવો

સમાચાર એજન્સી સિન્હુઆએ આબેના હવાલાથી કહ્યું કે,‘અમે સૌથી પહેલા ચેપના ફેલાવાને દુર કરવા અને કોઈ પણ અડચણ વગર ઓલમ્પિકનું આયોજન કરવાની આશા રાખીએ છીએ.’

શીન્ઝો આબેએ કહ્યું હતુ કે હું ફુકુશિમા જવા માંગું છુ અને ત્યાં ઓલમ્પિકની મશાલ રિલેની શરુઆતનો સાક્ષી બનવા માંગુ છું. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને કારણે કેટલાય રમત ગમતના આયોજનો રદ્દ કરી દેવામાં આવ્યા છે. જેને કારણે ઓલમ્પિકના આયોજન પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. જેનું આયોજન આ વર્ષના જુલાઈ-ઓગસ્ટમાં જાપાનની રાજધાની ટોક્યોમાં થવાનું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે ભારતમાં ટી-20 લીગ આઈપીએલનું આયોજન 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવી છે. બીસીસીઆઈએ આઈપીએલ ફ્રેંચાઈઝિઓના માલિકોની સાથે બેઠક કરી છે. જ્યાં જોઈએ રાહ જોઈએની નીતિ પર નિર્ણય લીધો છે. 

આ બાદ જ તે આઈપીએલના 13માં આવૃત્તિને લઈને આગળનો નિર્ણય લેવાશે.  દેશભરમાં ફેલાયેલા કોરોનાના કારણે આઈપીએલ  15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Japan PM Olympics Shinzo Abe World News કોરોના વાયરસ જાપાન શિન્ઝો આબે coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ