બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Japan G7 summit: Jo Biden, rishi sunak, Zelenski many more met PM Narendra Modi hiroshima

PHOTOS / જાપાનમાં PM મોદીનો દબદબો: સામે ચાલીને મળવા આવ્યા બાયડન, ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત, મિત્ર દેશો સાથે મહામુલાકાત

Vaidehi

Last Updated: 06:01 PM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G 7 Summit: PM નરેન્દ્ર મોદી જી7નાં સમ્મેલન માટે જાપાન પહોંચ્યાં હતાં જે દરમિયાન ઋષિ સુનક સહિત વિવિધ દેશનાં દિગ્ગજો સાથે તેમણે મુલાકાત કરી હતી. જુઓ ફોટોઝ.

  • જી7 સમ્મેલનમાં હાજરી આપવા PM મોદી પહોંચ્યાં જાપાન
  • ઋષિ સુનક, જો બાઈડન સહિત અનેક દિગ્ગજો સાથે કરી મુલાકાત
  • હિરોશીમામાં મહાત્મા ગાંધીની મૂર્તિનું કર્યું ઉદ્ધાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનનાં PM ફુમિયો કિશિદા સહિત UKનાં PM ઋષિસુનક, જો બાઈડન અને વિવિધ દેશનાં અનેક દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં PM મોદીએ જાપાનમાં મહાત્મા ગાંધીની મૂર્તિનું ઉદ્ધાટન પણ કર્યું હતું. 

જાપાનનાં PM સાથે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનનાં PM ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતાને પ્રોત્સાહન આપવાનાં ઉપાયો પર ચર્ચા કરી હતી. એટલું જ નહીં PM મોદીએ હિરોશિમામાં જાપાની લેખક, હિંદી અને પંજાબી લિંગુઈસ્ટિક પદ્મ પુરસ્કાર વિજેતા તોમિયો મિઝોકામી સાથે પણ મુલાકાત કરી હતી.

UKનાં PM ઋષિ સુનક અને યુક્રેનનાં પ્રેસિડન્ડ ઝેલેનસ્કીની મુલાકાત
એટલું જ નહીં G7ની આ બેઠકમાં PM મોદીએ બ્રિટનનાં PM ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. જેનો ફોટો PM ઋષિસુનકે પોતાના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યો હતો. આ સિવાય હિરોશિમામાં PM મોદી યુક્રેનનાં પ્રેસિડેન્ડ ઝેલેનસ્કીને પણ મળ્યાં હતાં.

પ્રધાનમંત્રી મોદીએ પ્રસિદ્ધ જાપાની કલાકાર અને લેખક એવી હિરોકા તાકાયામા સાથે વાતચીત કરી અને બંને દેશોને એકબીજાની નજીક લાવવામાં તેમનાં યોગદાન બદલ તેમનો આભાર માન્યો હતો.

જો બાઈડન સાથે મુલાકાત
આ બેઠકમાં શામેલ અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પણ PM મોદીએ મુલાકાત કરી હતી. બાઈડને PM મોદીને જોતાંની સાથે જ તેમને ભેટી લીધાં હતાં.

વિયતનામી રાષ્ટ્રાધ્યક્ષ સાથે કરી ચર્ચા
PM મોદીએ બેઠક દરમિયાન વિયતનામી રાષ્ટ્રાધ્યક્ષ ફામ મિન્હ ચિન્હની પણ મુલાકાત લીધી. તેમણે એનર્જી, ટેક્નોલોજી, કોમર્સ અને ડિફેંસ જેવા મુદાઓ પર ભારત-વિયતનામની મિત્રતાનાં વિવિધ પાસાઓ પર પણ ચર્ચા કરી હતી.

મહાત્મા ગાંધીની મૂર્તિનું કર્યું લોકાપર્ણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20મેનાં રોજ હિરોશિમામાં મહાત્મા ગાંધીની 42 ઈંચની બ્રોન્ઝની મૂર્તિનું ઉદ્ધાટન કર્યું હતું. આ બાદ તેમણે હિરોશિમામાં પ્રવાસી ભારતીયોની સાથે વાતચીત પણ કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ