બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / janvishwas bill unpaid postal article cattle pasturing will be decriminalized

સંસદ / ગાય-ભેંસ ચરાવવા, પોલિથિન માટે જેલની સજા થોડી હોય! મોદી સરકાર લઈ રહી છે મોટો નિર્ણય

Vaidehi

Last Updated: 05:09 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગની પૉલિથિન બેગ પોતાનીરીતે સડી કે ઓગળી શકતી નથી. પરંતુ શું તમને ખબર છે કે આવી પ્લાસ્ટિક રાખવાથી 6 મહિનાની જેલ પણ થઇ શકે છે? ખાલીપત્ર મોકલવા પર 2 વર્ષ થઇ શકે છે. આવા બિનજરૂરી કાયદાઓને મોદી સરકારે બદલ્યા છે અને વધુ એવા કાયદાઓમાં નાનાં બદલાવો કરવા જઇ રહી છે.

  • કેન્દ્ર સરકારે જન વિશ્વાસ બિલની કરી રજૂઆત 
  • કેટલાક કાયદાઓમાં થઇ શકે છે ફેરફાર
  • જન વિશ્વાસનો બિલમાં 42 કાયદાઓનો ઉલ્લેખ

નરેન્દ્ર મોદી સરકાર અંગ્રેજોનાં જમાનાથી ચાલી આવી રહેલા તમામ એવા કાયદાઓમાં ફેકફાર કરશે ક્ જે હવે પ્રચલિત નથી અને જેની આજનાં સમયમાં યોગ્યતા નથી. સરકારે લોકસભામાં જન વિશ્વાસનો બિલ રજૂ કર્યો કે જે 42 કાયદાઓમાં સજાની જોગવાઇ કે જે હાલનાં સમયમાં ન્યાયસંગત બનાવે છે.  ચીન પર ચર્ચાની માંગને લઇને વિપક્ષનાં હંગામાની વચ્ચે એક વિધેયક રજૂ થયું પરંતુ નેતા પીયૂષ ગોયલની ભલામણથી તેને જોઇન્ટ કમિટીમાં મોકલી દેવાયું છે.  31 સદસ્યોવાળી આ સમિતી હવે આ જોગવાઇઓની સમીક્ષા કરશે અને બજેટ 2023નાં ભાગ 2માં પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

જન વિશ્વાસ બિલ અંતર્ગત આ પ્રમુખ કાયદાઓમાં થશે બદલાવ
ખાલીપત્ર પર 2 વર્ષની જેલનો કાયદો

જ્યારે કોઇ પણ પત્રને પેમેન્ટ કે ટિકિટ ખર્ચ્યા વિના લખવામાં આવે છે તો તેને ખાલીપત્ર કહે છે. આ પત્રો માટેનો ખર્ચ તે પત્ર મેળવનાર કરતો હતો અને જો તે પૈસા ન ભરે તો તેના માટે સજાની જોગવાઇ હતી. ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ,1889 અનુસાર ખાલીપત્ર મોકલવા પર 2 વર્ષની જેલની સજા થઇ શકતી હતી પરંતુ જન વિશ્વાસ બિલમાં તેને પૂરું કરવાનું પ્રાવધાન છે.

ગાય-ભેંસ ચરાવવા પર જેલ
વન વિભાગની જમીન પર જો તમે તમારી ગાય, ભેંસ કે અન્ય પ્રાણીને ચરાવો છો તો તેના માટે પણ સજાની જોગવાઇ છે. ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927 અંતર્ગત તમારાં પાલતુ પ્રાણી ભટકીને વનવિભાગની જમીનમાં જાય અને ચરવા લાગે છે તો તમને 6 મહિનાની સજા થઇ શકે છે પરંતુ લોકસભામાં રજૂ કરાયેલ બિલ અનુસાર આ કાયદામાં સરકાર જેલની જગ્યાએ 500 રૂપિયાનાં દંડની જોગવાઇ બદલવા જઇ રહી છે.

IT એક્ટ કલમ 66A 
જન વિશ્વાસ બિલની મદદથી IT એક્ટ કલમ 66A ને દૂર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ પહેલાં જ તેને હટાવી ચૂક્યું છે. 2015માં સુપ્રીમ કોર્ટે IT એક્ટની કલમ 66A ને બંધારણનાં આર્ટિકલ 19(1) અંતર્ગત અભિવ્યક્તિની આઝાદીનાં મૂળ અધિકારની વિરૂદ્ધ જણાવ્યું હતું. આ કલમ અંતર્ગત સોશિયલ મીડિયા પર આપત્તિજનક કે ભડકાઉ પોસ્ટ પર ધરપકડની જોગવાઇ હતી જે 2022માં સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે આઇટી એક્ટની કલમ 66Aઅંતર્ગત કોઇ કેસ નોંધાશે નહીં.

પૉલિથીન બેગ માટે પણ 6 મહિનાની સજા
કેન્ટોનમેન્ટ એક્ટ 2006 અનુસાર જો કોઇ વ્યક્તિની પાસે નોન-બાયોડિગ્રેડેબલ પોલિથીન વાપરે છે તો તેને 6 મહિના સુધીની જેલની સજા થઇ શકે છે પરંતુ જન વિશ્વાસ બિલે આ જોગવાઇનો પણ નાશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

રેલ્વે સ્ટેશન કે ટ્રેનમાં ભીખ માંગવા પર જેલ
રેલ્વે એક્ટ 1989 અંતર્ગત રેલ્વે સ્ટેશન કે ટ્રેનનાં કોચમાં ભીખ માંગનારાઓ  માટે જેલ અને દંડની જોગવાઇ હતી. પરંતુ જન વિશ્વાસ બિલમાં કહેવાયું છે કે કોઇ પણ વ્યક્તિ રેલનાં કોઇ પણ ડબ્બા કે રેલ્વેનાં કોઇપણ હિસ્સામાં ભીખ માંગવાની પરવાનગી નથી. એટલેકે સજાની જોગવાઇ દૂર કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે.

પરવાનગી વિના ચાની ખેતી પર સજા
ટી એક્ટ 1953 અનુસાર સરકાર ચાની ગેરકાયદેસર ખેતી પર દંડ લઇ શકે છે. આ સિવાય જો કોઇએ વ્યક્તિ સરકારની પરવાનગી વગર ચાની ખેતી કરે છે તો તેને જેલની સજા પણ થઇ શકે છે. હવે નવા બિલમાં આ સજાને દૂર કરવાનો પ્રાવધાન છે.

માપ-તોલ અધિકારીઓને ખોટી માહિતી આપવા પર સજા
લીગલ મેટ્રોલૉજી એક્ટ 2009 અંતર્ગત કોઇપણ વ્યક્તિ માપ-તોલ અધિકારી કંટ્રોલર કે ડાયરેક્ટરને ખોટી માહિતી માહિતી આપે છે તો તે દંડનીય અપરાધ છે. પરંતુ જન વિશ્વાસ બિલમાં કડક જોગવાઇઓને દૂર કરવાનો પ્રસ્તાવ છે. એટલે કે આ પ્રકારનાં આરોપી દંડ ભરીને છૂટી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ