બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Jabalpur Viral Video: People called the narmada devi to woman who is walking on Narmada river

શ્રદ્ધા કે અંધશ્રદ્ધા? / VIDEO: નર્મદાના પાણી ઉપર ચાલતા વૃદ્ધાનો વીડિયો થયો વાયરલ, ભીડ ભેગી થવા લાગી, બાદમાં વૃદ્ધાએ ખુદ કર્યો ચોંકાવનારો ખુલાસો

Megha

Last Updated: 01:03 PM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jabalpur Viral Video: નર્મદા નદીમાં ચાલતી એક વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ મહિલાને ચમત્કાર માની તેને જોવા લોકો એકઠા થયા હતા.

  • નદીમાં ચાલતી એક વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • માનસિક રીતે બીમાર મહિલાની લોકો નર્મદા દેવી માનીને પૂજા કરવા લાગ્યા હતા
  • મહિલાનું  નર્મદા નદી પર ચાલવા પાછળનું સત્ય શું છે?

સોશિયલ મીડિયા પર ભ્રામક વિડીયો વાયરલ થવો અને લોકો એમાં વિશ્વાસ કરી લે એ કોઈ નવી વાત નથી પણ ઘણી વખત આવા ભ્રામક વિડીયો આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચેનું અંતર દૂર કરે છે. હાલ આવો જ એક કિસ્સો જબલપુર શહેરમાં સામે આવ્યો છે. બન્યું એવું કે માનસિક રીતે બીમાર મહિલાની લોકો નર્મદા દેવી માનીને પૂજા કરવા લાગ્યા હતા.

લોકોએ મહિલાને નર્મદા દેવી બનાવી દીધી
જણાવી દઈએ કે બે દિવસ પહેલા નર્મદા નદીમાં ચાલતી એક વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ મહિલાને ચમત્કાર માની તેને જોવા લોકો એકઠા થયા હતા. આ સાથે જ વિડીયો વાયરલ થતાં લોકોએ તે મહિલાને નર્મદા દેવી બનાવી દીધી હતી અને આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા. સાથે  જ aઅ બાદ હજારો લોકો એ મહિલાના દર્શન કરવા પંહોચ્યાં હતા. 

મહિલાનું  નર્મદા નદી પર ચાલવા પાછળનું સત્ય શું છે?
આ બધા પાછળ એક રહસ્ય એ હતું કે મહિલા છીછરા પાણીમાં ચાલી રહી હતી પણ નર્મદા દેવીનું સ્વરૂપ પાણી પર ચાલી રહ્યું છે આવી એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયો વાયરલ થતાંની સાથે જ લોકો એ રાતોરાત મહિલા નર્મદા દેવી બનાવી દીધી. થયું એવું કે આ પછી મહિલાના દર્શન કરવા લોકોની ભીડ હામી હતી અને લોકોને આ વિશે ખબર પડતાં તે મહિલાને મળવા નર્મદા ઘાટ પર પંહોચી આવ્યા હતા.

જ્યોતિબાઈની માનસિક સ્થિતિ સારી નથી
સાથે જ એક સમયે એવી પરિસ્થતિ આવી લે જબલપુરના નર્મદા ઘાટ પર ભેગી થયેલી ભીડએ પોલીસ પ્રશાસનને પણ મુશ્કેલીમાં મુકી દીધું હતું. જો કે વૃદ્ધ મહિલાએ આ વિશે જણાવતા સત્ય બહાર આવ્યું. વાત એમ છે કે એએસપી શિવેશ સિંહ બઘેલે જણાવ્યું કે 51 વર્ષની મહિલાનું નામ જ્યોતિ બાઈ રઘુવંશી છે અને તે નર્મદાપુરમ જિલ્લાની રહેવાસી છે. પુત્રએ મે મહિનામાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે જ્યોતિબાઈની માનસિક સ્થિતિ સારી નથી. હાલ ખબર પડી કે મહિલા જાણ કર્યા વિના નર્મદા પરિક્રમા પર નીકળી ગઈ હતી. 

પોલીસે જ્યોતિબાઈ રઘુવંશી સાથે પૂછપરછ કરી તો તેમાં તેને પોતે દેવી હોવાનું ભ્રામક જણાવ્યું હતું. તેને કહ્યું કે ન તો તે પાણી પર ચાલી શકે છે અને ન તો પાણીમાં નહાવાથી તેના કપડાં ભીના નથી થતાં. એક વાયરલ વીડિયોથી સોશિયલ મીડિયા પર અફવા ઉડી હતી. મહિલાએ પોતે ચમત્કાર બતાવે છે આ વિશે ઇનકાર કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ