બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ITR ભરતી વખતે આ 7 ભૂલો ન કરતા, નહીં તો આવી શકે છે ઇન્કમ ટેક્સની નોટિસ
8 ફોટો ગેલેરી
Last Updated: 09:05 AM, 9 July 2026
1/8
દર વર્ષે લાખો લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરે છે પરંતુ ઘણી વખત અજાણતા એવી ભૂલો થઈ જાય છે જે બાદમાં મુશ્કેલીનું કારણ બને છે. હવે ઇન્કમ ટેક્સ વિભાગ AI અને એડવાન્સ ડેટા એનાલિટિક્સની મદદથી રિટર્નની ચકાસણી કરે છે. તેથી ITR ભરતી વખતે દરેક વિગતો ધ્યાનપૂર્વક ભરવી જરૂરી છે. જો તમે પણ રિટર્ન ફાઈલ કરવાની તૈયારી કરી રહ્યા છો તો આ મહત્વની બાબતો જરૂર જાણી લો.
2/8
ઘણા લોકો ખોટા સેક્શનમાં ડિડક્શનનો દાવો કરે છે અથવા પૂરાવા વગર ટેક્સ છૂટ મેળવી લેવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં ટેક્સ વિભાગ નોટિસ મોકલી શકે છે. સાથે જ યોગ્ય ITR ફોર્મ પસંદ કરવું પણ જરૂરી છે. નોકરીયાત વ્યક્તિઓ માટે સામાન્ય રીતે ITR-1 અને બિઝનેસ અથવા પ્રોફેશનલ આવક ધરાવતા લોકો માટે ITR-3 લાગુ પડે છે. ખોટો ફોર્મ ભરવાથી રિટર્નમાં ખામી ગણાય છે.
3/8
FY 2025-26 માટે યોગ્ય Assessment Year 2026-27 છે. ખોટું Assessment Year પસંદ કરવાથી ટેક્સ સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ઉપરાંત નામ, PAN નંબર, જન્મતારીખ, સરનામું, મોબાઇલ નંબર અને ઇમેલ જેવી વિગતો PAN રેકોર્ડ મુજબ જ ભરવી જોઈએ. રિફંડ મેળવવા માટે બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ પણ ચોક્કસ દાખલ કરવો જરૂરી છે.
4/8
માત્ર સેલેરી દર્શાવવી પૂરતી નથી. સેવિંગ એકાઉન્ટનું વ્યાજ, FDનું વ્યાજ, ભાડાની આવક, ડિવિડેન્ડ, કેપિટલ ગેઇન અને અન્ય આવકના સ્ત્રોતની માહિતી પણ આપવી જરૂરી છે. ઘણી વખત લોકો ટેક્સ ફ્રી આવક જાહેર કરતા નથી પરંતુ તેની માહિતી પણ ITRમાં દર્શાવવી ફરજિયાત છે. આવક છુપાવવાથી નોટિસ આવવાની શક્યતા વધી શકે છે.
5/8
ITR ફાઈલ કરતા પહેલા Form 26AS અને Form 16ની વિગતો ચકાસવી ખૂબ જરૂરી છે. જો TDSની માહિતી Form 26ASમાં ન દેખાતી હોય તો તેનો ટેક્સ ક્રેડિટ નહીં મળે. ઉપરાંત AIS અને TISમાં તમારી આવક, રોકાણ અને અન્ય નાણાકીય વ્યવહારોની વિગતો હોય છે. રિટર્ન ભરતી વખતે આ તમામ દસ્તાવેજોનું મિલાન કરવું જરૂરી છે.
6/8
જો વર્ષ દરમિયાન તમે બે અલગ કંપનીમાં કામ કર્યું હોય અને બે Form 16 મળ્યા હોય તો બંનેમાંથી મળેલી સેલેરીની માહિતી ITRમાં ઉમેરવી જરૂરી છે. ઘણી વખત લોકો એક Form 16ની માહિતી જ દાખલ કરે છે જે ભૂલ ગણાય છે. ઉપરાંત કંપનીમાં ભાડાની રસીદ જમા ન કરાવી હોય તો પણ ITR ભરતી વખતે HRA છૂટનો દાવો કરી શકાય છે. કેટલીક સ્થિતિમાં મકાન માલિકનો PAN નંબર જરૂરી બની શકે છે.
7/8
આવકવેરા કાયદા હેઠળ અનેક પ્રકારની ટેક્સ છૂટ અને ડિડક્શન ઉપલબ્ધ છે. યોગ્ય માહિતીના અભાવે ઘણા લોકો તેનો લાભ લઈ શકતા નથી. જો તમારા પર Advance Tax લાગુ પડતો હોય તો નિર્ધારિત તારીખે તેની ચુકવણી કરવી જરૂરી છે. મોડું ભરવાથી અથવા ઓછી રકમ ભરવાથી દર મહિને 1 ટકા વ્યાજ ચૂકવવું પડી શકે છે.
8/8
ITR ફાઈલ કર્યા પછી 30 દિવસની અંદર E-Verification કરવું ફરજિયાત છે. આધાર OTP, નેટ બેંકિંગ અથવા EVC દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. જો તમારી કુલ આવક 1 કરોડ રૂપિયાથી વધુ હોય તો Schedule ALમાં સંપત્તિ અને જવાબદારીઓની વિગતો આપવી પડે છે. ઉપરાંત વિદેશમાં બેંક એકાઉન્ટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, ESOP અથવા અન્ય સંપત્તિ હોય તો તેની માહિતી Schedule FAમાં આપવી ફરજિયાત છે. આ માહિતી છુપાવવી ગંભીર ભૂલ માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ