બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / It is raining heavily in Gujarat for the second consecutive day

VIDEOS / બસ સ્ટેન્ડ પત્તાની જેમ ધરાશાયી, અનેક ગામો સંપર્ક વિહોણાં, ગાયો તણાઈ, જુઓ મેઘતાંડવે ગુજરાતમાં કેવી તારાજી સર્જી

Malay

Last Updated: 07:50 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain News: ગુજરાતમાં સતત બીજા દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ ખાસ કરીને જૂનાગઢ જિલ્લાને પાણી-પાણી કરી નાખ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના કુલ 206 ડેમ પૈકી 18 ડેમ હાઈ એલર્ટ, વાર્નિંગ સ્થિતિમાં મુકાયા છે.

  • સાર્વત્રિક વરસાદના પરિણામે ખેડૂતો ખુશખુશાલ
  • ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 10 ઈંચ જેટલો થયો 
  • વરસાદી માહોલ વચ્ચે અનેક ધોધ જીવંત બન્યા
  • ધોધમાંથી વરસાદી પાણી વહી રહ્યા હોય નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

ચોમાસાની એન્ટ્રી થતાંની સાથે જ મેઘરાજા ગુજરાતને ઘમરોળી રહ્યા છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. મેઘરાજાની દે ધનાધન બેટિંગના કારણે ગુજરાતમાં કુલ 218 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે. 

 

સિઝનનો નોંધાયો 28 ટકા વરસાદ
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 225 તાલુકા પૈકી 200 તાલુકામાં ઝરમર વરસાદથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે ગુજરાતમાં સિઝનનો કુલ વરસાદ 10 ઈંચ જેટલો થયો છે. જે લગભગ 28 ટકા વરસાદ પડ્યો હોવાનું દર્શાવે છે. 

206 ડેમ પૈકી 18 ડેમ હાઈ એલર્ટ પર
રાજ્યમાં પડતા વરસાદના પગલે કચ્છના ચાર અને સૌરાષ્ટ્રના ત્રણ એમ કુલ 7 ડેમ ઓવરફ્લો થયા છે. ગુજરાતના કુલ 206 ડેમ પૈકી 18 ડેમ હાઈ એલર્ટ, વાર્નિંગ સ્થિતિમાં મુકાયા છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ અનેક નદીનાળા વહેતા થયા છે. વરસાદી માહોલ વચ્ચે અનેક ધોધ જીવંત બન્યા છે. હાલ અનેક ધોધમાંથી વરસાદી પાણી વહી રહ્યા હોય નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ તરફ ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે અનેક ધોધ સક્રિય થયા છે. નદીઓમાં નવા નીર આવતા અનેક ચેકડેમો ઓવરફ્લો થયા. આ તરફ ગિરનારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. 

વિસાવદર 16 ઈંચ વરસાદ 
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ અપાર સ્નેહ દાખવ્યો હોઈ આ જિલ્લામાં વિસાવદર તાલુકામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કુલ 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ ગિરનાર પર્વત  અનેક નયનરમ્ય ઝરણા વહી રહ્યાં છે. આ સાથે ગિરનાર પર્વત પર સતત પડી રહેલા વરસાદથી ધોધ જીવીત થયા છે. ગિરનાર પર્વત ઝરણાંમય બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેને લઈ યાત્રીઓ મુશળધાર વરસાદમાં પણ યાત્રા કરવા પહોંચ્યા છે. 

અમરેલીના ચલાલા પંથકમાં ધોધમાર વરસાદના કારણે વાવડી ગામમાં આવેલું ST બસ સ્ટેન્ડ એકઝાટકે પાણીમાં ગરકાવ થઇ જાય છે. જેનો વીડિયો સામે આવ્યો છે.

વાવ્યા ખાડીમાં ઘોડાપૂર આવતા લો લેવલ બ્રિજ જળમગ્ન, એકસાથે 10 ગામોને અસર

વલસાડના કપરાડામાં ભારે વરસાદના કારણે કોલક નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો. આથી ખડકવાલ અને રોહિયાળ ગામ સંપર્ક વિહોણાં બન્યા.

ચાંગોદરમાં હજુ પણ ભરાયેલા છે ઘૂંટણસમા પાણી

મુશળધાર વરસાદ ખાબકતા શિંગોડા નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. જેના કારણે કોઝવે પર ગાય તણાઈ છે. જનો વીડયો વાયરલ થયો છે. 

અમરેલીના ચલાલા પંથકમાં ધોધમાર વરસાદના કારણે વાવડી ગામમાં આવેલું ST બસ સ્ટેન્ડ એકઝાટકે પાણીમાં ગરકાવ થઇ જાય છે. જેનો વીડિયો સામે આવ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ