બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / It has been raining since morning in Ahmedabad, people got relief from heat and cold

મેઘમહેર / અમદાવાદમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી: આંબાવાડી, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં તડામાર વરસાદ શરૂ, વિઝિબિલિટી ડાઉન

Malay

Last Updated: 09:20 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Ahmedabad: અમદાવાદમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી નજરે ચડી રહ્યા છે. તો બીજી બાજુ વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.

  • ઘણા દિવસના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી
  • અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ 
  • લોકોને ગરમી અને બફારાથી રાહત મળી

બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે શહેરના તમામ વિસ્તોરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. જે બાદ સવારના 8 વાગ્યા પછી વરસાદનું જોર વધ્યું છે.

શહેરના તમામ વિસ્તારમાં વરસાદ
અમદાવાદના સેટેલાઈટ, બોડકદેવ, પાલડી, શિવરંજની, શ્યામલ, રામદેવનગર, પ્રહલાદનગર, વસ્ત્રાપુર, રખિયાલ, ચાદલોડિયા, ચાંદખેડા, બોપલ, એસ.જી હાઈવે, આંબાવાડી, મેમનગર, ઈસનપુર, એરપોર્ટ, જસોદાનગર, એલિસબ્રિજ, નેહરુબ્રિજ પર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.  વરસાદના કારણે આજે સવારે રેઈનકોટ પહેરીને અને છત્રી લઈને બાળકો સ્કૂલે જતા જોવા મળ્યા હતા.  તો બીજી તરફ વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી બાદ હવે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, બે દિવસ  'ભારે', માછીમારોને દરિયામાં ન જવા સૂચના | After Meghraja's entry in  Ahmedabad now rain ...

વાતાવરણમાં પ્રસરી ઠંડક
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેના કારણે અમદાવાદીઓ ચાની કીટલીઓ પર ચાની ચુસ્કીની મજા માણતા જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 દિવસ દરમિયાન એક પછી એક 5 સિસ્ટમ થશે સક્રિય
તો હવામાન નિષ્ણાંતો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, હાલ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય છે. આગામી 5 દિવસ દરમિયાન એક પછી એક બીજી બે લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. સાથે જ ગુજરાતમાં મોનસૂન ટ્રફ, સાઇક્લોનિક સર્ક્યુલેશન જેવી પાંચ સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાં 5 દિવસ દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ