બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / It has become difficult to breathe in many areas of Ahmedabad, passengers going to the airport should not miss the flight, even by mistake, do not leave this road of Ahmedabad today...

2 મિનિટ 12 ખબર / અમદાવાદનાં અનેક વિસ્તારોમાં હવે શ્વાસ લેવો બન્યો મુશ્કેલ, એરપોર્ટ જતા મુસાફરો જો...જો... ફ્લાઈટ ચૂકી ન જાઓ, ભૂલથી પણ આજે અમદાવાદનાં આ રસ્તે ન નીકળતા...

Vishal Khamar

Last Updated: 11:52 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનાર પરીક્ષા મોકૂફ રાખી તો બીજી તરફ ધીમે ધીમે અમદાવાદીઓ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

The chartered plane will land in Ahmedabad in the World Cup final have to go to Surat for parking

સમગ્ર દેશવાસીઓ છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવા જઈ રહી છે.  ત્યારે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં દેશ વિદેશનાં અનેક મહેમાનો તેમજ અન્ય રાજ્યોનાં મુખ્યમંત્રી, બોલિવૂડ સ્ટાર, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, ઓસ્ટ્રેલિયાનાં ડેપ્યુટી PM  પણ ડેલિગેશન સાથે આવશે.  8 રાજ્યનાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, સિંગાપોર, US, UAE  ના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેશે. વર્લ્ડ કપમાં આવનાર VVIP  મહેમાનોને લઈ પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે જામશે ખરાખરીનો જંગ....

VVIP મહેમાનોના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ વ્યસ્ત છે. આ મેચને જોવા માટે દુર દુરથી લોકો આવી રહ્યાં છે. આજે બપોરે 1:25થી 2:10 વાગ્યા સુધી એર ટ્રાફિક  બંધ કરવામાં આવશે. એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમના એર-શૉને લઈ એર ટ્રાફિક બંધ રાખવામાં આવશે.મુસાફરોને ચેક-ઈન સમયથી 2 કલાક વહેલા પહોંચવા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ પ્લેન ઉતરશે. હાલમાં અમદાવાદ એરપોર્ટ પર નાઈટ પાર્કિંગ માટે 15 સ્ટેન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય.

વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થી કૃપા રેસિડેન્સી થઈ મોટેરા ટી સુધીનો રસ્તો બંને બાજુએ બંધ રહેશે. જેનો ડાયવર્ઝન માર્ગ તરીકે તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે. અન્ય માર્ગ કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

 વર્લ્ડ કપની ફાઈનલ મેચ આજે અદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે. ત્યારે આ સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો મેચ નીહાળવાના છે. જેને લઈ અમદાવાદના કેટલાક રસ્તાઓ સવારે 11 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે ફાઈનલ મેચને લઈ સવારે 6.20થી લઈ રાત્રે 1 વાગ્યા સુધી મેટ્રો દોડશે. જેમાં મુસાફરોને દર 12 મિનિટે મેટ્રો મળી રહે તે રીતે દોડશે. જેમાં ખાસ સુવિધામાં એ ફેરફાર કરાયો છે કે, પ્લાસ્ટિકની ટોકનની જગ્યા મુસાફરોને પેપરની ટિકિટ અપાશે. રવિવારે ફાઈનલ મેચ છે ત્યારે એએમટીએસ અને બીઆરટીએસની બસો પણ સવારે 6 વાગ્યાથી લઈ રાત્રે 1 વાગ્યાથી દોડશે. જેમાં BRTS  91 બસો તથા AMTS દ્વારા 119 બસો વિવિધ રૂટ પર દોડશે 

રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણના લીધે વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને હાલાકી પડી છે. આ તરફ આજે અમદાવાદમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું  છે. આ સાથે વડોદરા 18.6 ડિગ્રી, ભુજમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે, કચ્છના નલિયામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડિસેમ્બર મહિનામાં યોજાનારી 7 પરીક્ષા અગમ્ય કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. તેમજ નવી તારીખ આગામી દિવસોમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરાશે તેમ જણાવવામાં આવ્યું છે.  

Surat ST Division has enjoyed the festival of Diwali. The ST department got an income of Rs 3.42 crore

દિવાળીનો તહેવાર સનાતન ધર્મમાં મોટો તહેવાર ગણાય છે. જે તહેવાર લોકો પોતાના વતનમાં ઉજવવાનો વધુ પસંદ કરે છે. જેને લઈ રેલવે, એસ ટીમાં લોકો મુસાફરી કરવાનું વધારે પસંદ કરે છે ત્યારે સુરત ST વિભાગને દિવાળીના તહેવાર ફળ્યા છે. ST વિભાગને 3.42 કરોડ રૂપિયાની આવક થઈ છે 

It is difficult to breathe in Ahmedabad now! The AQI of this area of the city exceeds 300

અમદાવાદના અનેક વિસ્તારોમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો હોય તેવી સ્થિતિ બની છે. અમદાવાદના વટવા GIDC વિસ્તારમાં AQI 300ને પાર પહોંચ્યો છે. આ તરફ મણિનગરમાં 260, નવરંગપુરામાં 210, રખિયાલમાં 209 AQI નોંધાયો છે. કઠવાડામાં 220, સોનીની ચાલી 210 તો એરપોર્ટનો વાયુ સુચક આંક 185 છે તો અમદાવાદના ગ્યાસપુરમાં AQI 204 નોંધાયો છે. નોંધનીય છે કે, 200થી ઉપરનો AQI આંક ધરાવતી હવા માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક મનાય છે.

Kidnapping of women police in Rajkot for the second time

રાજકોટ શહેરમાં ખળભળાટ મચાવી દેતી ઘટના સામે આવી છે જેમાં રાજકોટ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનું અપહરણ થયું હોવાનુ બહાર આવ્યું છે. આ મામલો ધ્યાને આવતા જ હાલ તરહતરહની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે અજાણ્યા શખ્સોએ મહિલા કોન્સ્ટેબલ મણી ચૌધરીનું અપહરણ કર્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. હાલ આ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Ban on Halal certified products in UP, big action by Yogi government

ઉત્તર પ્રદેશમાં તાત્કાલિક અસરથી હલાલ પ્રમાણિત ખાદ્ય ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીએમ યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, રાજ્યમાં હલાલ પ્રમાણપત્ર સાથેના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે . એવી ફરિયાદ મળી હતી કે કેટલીક કંપનીઓ હલાલ તરીકે પ્રમાણિત કર્યા પછી રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ વેચી રહી છે. આ કોઈ ચોક્કસ પ્રોડક્ટનું વેચાણ વધારવા અને આર્થિક લાભ આપવા માટે કરવામાં આવી રહ્યું છે. 

Cyrus Poonawalla suffers cardiac arrest currently admitted to Pune Ruby Hospital

કોવિડ-19ની ભારતીય વેક્સિન બનાવનારા 82 વર્ષીય સાયરસ પૂનાવાલાને હાર્ટઅટેક આવ્યો છે. માહિતી અનુસાર તેઓ હાલમાં પૂણેની એક હોસ્પિટલમાં દાખલ છે. ટ્રીટમેન્ટ દરમિયાન તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હાલમાં પૂનાવાલાની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. 

યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાએ ભારતને લઈને આપ્યું મોટું નિવેદન, ભારત માટે  સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ | russia ukraine war russian diplomat expects  india will ...

છેલ્લા કેટલાક સમયથી રશિયન મીડિયામાં એવા સમાચાર આવી રહ્યા છે કે રશિયન સરકાર ભારત સાથે સંયુક્ત રીતે Su-57 ફાઈટર જેટ બનાવવા માંગે છે. તેણે આ માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ને પણ પ્રસ્તાવ મોકલ્યો છે. આ ફાઈટર જેટ દુનિયાના દસ સૌથી ખતરનાક ફાઈટર જેટમાં બીજા ક્રમે આવે છે. ભારત આ પ્રોજેક્ટમાં કોઈ રસ લઈ રહ્યું નથી. કારણ કે તેના પોતાના ફાઈટર જેટ્સ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ચિંતાનો પ્રથમ વિષય સુખોઈ Su-57 ફાઈટર જેટનું પ્રદર્શન છે. શું આ પાંચમી પેઢીનું ફાઈટર જેટ ભારત માટે યોગ્ય રહેશે? કારણ કે ભારત પોતે સ્વદેશી એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) બનાવવામાં વ્યસ્ત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ