બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / IT department raids in over 18 places in Rajkot, fear among jewelers owners

કાર્યવાહી / એક-બે નહીં, 18થી વધુ સ્થળોએ રાજકોટમાં IT વિભાગના દરોડા, જવેલર્સ માલિકોમાં ફફડાટ

Malay

Last Updated: 11:01 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં IT વિભાગે જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. વહેલી સવારથી 18થી વધુ સ્થળોએ આઈટી વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી છે.

 

  • રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા 
  • 18થી વધુ સ્થળે દરોડા અને તપાસ 
  • રાધિકા અને શિલ્પા જવેલર્સમાં દરોડા 

રાજકોટમાં બિલ્ડર લોબીને ત્યાં કાર્યવાહી કર્યા બાદ હવે જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગે તવાઇ બોલાવી છે. રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટા જ્વેલર્સને ત્યાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગની ટીમો પેલેસ રોડ અને સોની બજારમાં ત્રાટકી છે. 

રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં ITના દરોડા
શહેરના જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જવેલર્સને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની ટીમો ત્રાટકી છે. ઇન્કમટેક્સ વિભાગની અલગ-અલગ ટીમોએ 18થી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સામે આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા જ્વેલર્સના શોરુમ સહિત રહેણાક મકાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. 

અન્ય જ્વેલર્સ માલિકોમાં ફફડાટ 
હિરેન પારેખ, ભાસ્કર પારેખ, અશોક બાબરાવાળા અને હરેશ બાબરાવાળાના નિવાસ સ્થાને અને શો-રૂમમાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટનું સોની બજાર એશિયાનું સૌથી મોટુ સોની બજાર છે. ત્યારે ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીથી અન્ય જ્વેલર્સ માલિકોમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગની સમગ્ર તપાસમાં કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ