બ્રેકિંગ ન્યુઝ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. દરમિયાન એપ્રિલ-મે દરમિયાન 6 હજાર ભારતીયો ઇઝરાયેલ જવાના છે. હકીકતમાં, હમાસ સાથેના યુદ્ધ વચ્ચે, ઇઝરાયેલના કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં કામદારોની અછત સર્જાઈ ગઈ છે. આ જ કારણ છે કે ઇઝરાયેલમાં કામદારોની અછતને દૂર કરવા માટે 6 હજારથી વધુ ભારતીય કામદારો એપ્રિલ અને મે મહિનામાં ઇઝરાયેલ પહોંચશે. ઇઝરાયેલી સરકારે બુધવારે મોડી રાત્રે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું કે ઇઝરાયેલના વડા પ્રધાન કાર્યાલય (PMO), નાણા મંત્રાલય અને બાંધકામ અને આવાસ મંત્રાલય દ્વારા ચાર્ટર ફ્લાઇટ્સ પર સબસિડી આપવાના સંયુક્ત નિર્ણય બાદ કામદારોને એર શટલ પર ઇઝરાયેલ લાવવામાં આવશે. .
ADVERTISEMENT
ખરેખર, ઇઝરાયેલની કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રી તે ચોક્કસ વિસ્તારોમાં કામદારોને રોજગાર પૂરો પાડે છે, જ્યાં ઇઝરાયેલના કામદારોની અછત છે. લગભગ 80,000 કામદારોનું સૌથી મોટું જૂથ પેલેસ્ટિનિયન ઓથોરિટી-નિયંત્રિત પશ્ચિમ કાંઠેથી ઇઝરાયેલ આવ્યું હતું અને અન્ય 17,000 કામદારો ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલ આવ્યા હતા. પરંતુ ઓક્ટોબરમાં હમાસ સાથે સંઘર્ષ શરૂ થયા પછી, તેમાંથી મોટાભાગના કામદારોની વર્ક પરમિટ રદ કરી દેવામાં આવી હતી.
યુદ્ધ શરૂ થયા પછીથી ઇઝરાયેલ મજૂરોની અછત સાથે સંઘર્ષ કરી રહ્યું છે. ગાઝા પટ્ટી અને પેલેસ્ટાઈનથી આવેલા કામદારોએ યુદ્ધને કારણે પાછા ફરવું પડ્યું. આ કારણે ઇઝરાયેલના બાંધકામ ક્ષેત્રમાં મજૂરોની અછત થઈ ગઈ. આ જ કારણ છે કે ઇઝરાયેલ ભારતથી કામદારોને બોલાવીને પોતાની અછત પૂરી કરી રહ્યું છે. તાજેતરમાં પણ, બેન્જામિન નેતન્યાહુ સરકાર પાસેથી બાંધકામ ક્ષેત્રએ ભારત સહિત અન્ય પડોશી દેશોમાંથી કામદારોને લાવવાની પરવાનગી માંગી હતી. ભારતમાં પણ આ અંગે ભરતી અભિયાન પણ ચાલ્યું હતું.
ADVERTISEMENT
પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, ટૂંકા ગાળામાં બાંધકામ ક્ષેત્ર માટે ઇઝરાયેલ પહોંચેલા વિદેશી કામદારોની આ સૌથી મોટી સંખ્યા છે. પીએમઓ, નાણા મંત્રાલય અને વર્ક્સ અને હાઉસિંગ મંત્રાલયના સંયુક્ત પ્રયાસ બદલ આભાર પણ વ્યક્ત કર્યો. લગભગ એક અઠવાડિયા પહેલા, એ વાત પર સહમતિ થઈ હતી કે ચાર્ટર ફ્લાઈટની સબસિડી આપ્યા પછી, એપ્રિલ અને મે દરમિયાન ભારતમાંથી 6,000 થી વધુ કામદારો 'એર શટલ' પર ઇઝરાયેલ પહોંચશે.
વધુ વાંચો: ભારત પર આક્ષેપ લગાવ્યા બાદ હવે કેનેડાએ પલટી મારી, ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં થયો જુઠ્ઠાણાનો પર્દાફાશ
ADVERTISEMENT
આ નિવેદન ત્યારે જારી કરવામાં આવ્યું જ્યારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કામદારોની તીવ્ર અછત વચ્ચે પીએમઓમાં એક બેઠક બોલાવી. ઇઝરાયેલમાં મજૂરની અછતને કારણે ઘણા પ્રોજેક્ટ્સ અટકી ગયા છે, જેના કારણે જીવનનિર્વાહના વધતા ખર્ચ અને વિવિધ સરકારી સંસ્થાઓ અને વ્યવસાયો વચ્ચેના ઘર્ષણ અંગે ચિંતાઓ ઊભી થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે સરકાર-થી-સરકાર (G2G) કરાર હેઠળ ભારતથી કામદારોને ઇઝરાયેલ લઈ જવામાં આવી રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.