બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / israel attacked iran with missiles explosion

Israel attacks Iran / હવે ઈઝરાયલે બદલો લેવાનું શરૂ કર્યું, છોડી તાબડતોબ મિસાઇલો, ઇરાને બોલાવી ઇમરજન્સી મીટિંગ

Priyakant

Last Updated: 09:55 AM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Attacks Iran Latest News : ઈઝરાયેલે શુક્રવારે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા, ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી ?

Israel Attacks Iran : ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલે શુક્રવારે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર પણ મિસાઈલો પડી છે. ઈરાનની ન્યુક્લિયર સાઈટ પર ત્રણ મિસાઈલો પડી હોવાના સમાચાર છે. આ બધાની વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેના તમામ લશ્કરી મથકોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આ હુમલો શુક્રવારે વહેલી સવારે થયો હતો. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર પણ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ શહેરમાં ઘણા ન્યુક્લિયર પ્લાન્ટ છે. ઈરાનનો સૌથી મોટો યુરેનિયમ પ્રોગ્રામ પણ આ જગ્યાએથી ચાલી રહ્યો છે. આ વિસ્ફોટો બાદ ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. આ હુમલા બાદ ઈરાને અનેક પ્રાંતોમાં પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી છે.

ઈરાને ઘણી ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી
આ હુમલા બાદ ઈરાને તેહરાન, ઈસ્ફહાન અને શિરાઝ જતી તમામ ફ્લાઈટ સ્થગિત કરી દીધી છે. ઓછામાં ઓછી આઠ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે.  ઈઝરાયેલના આ સંભવિત હુમલા પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરે ગુરુવારે ચેતવણી આપી હતી. તેણે કહ્યું હતું કે જો ઈઝરાયેલ જવાબી હુમલો કરશે તો ઈરાન તરત જ જડબાતોડ જવાબ આપશે.

ઈરાનના પરમાણુ પ્લાન્ટ લક્ષ્ય નથી: અહેવાલ
સીએનએનના અહેવાલ મુજબ ઈઝરાયેલે હુમલામાં ઈરાનના પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યું નથી. ઈઝરાયેલે અમેરિકાને કહ્યું કે તે ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવી રહ્યું નથી. નોંધનિય છે કે, ઈરાન પર ઈઝરાયેલે હુમલો કર્યો ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે નેતન્યાહુ ચોક્કસપણે બદલો લેશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે,  ઈરાનના ઘણા પરમાણુ સ્થળો તેમના લક્ષ્યોથી બહાર છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને પાટા પરથી ઉતારવાની યોજનાની ચર્ચા સર્વત્ર થઈ રહી હતી. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ઈઝરાયેલના આ સંભવિત હુમલાને લઈને પહેલાથી જ એલર્ટ પર હતી. IAEAના ડાયરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ કહ્યું હતું કે તેઓ ઈરાનના પરમાણુ સ્થળો પર સંભવિત હુમલાને લઈને ચિંતિત છે.

અમેરિકા અને બ્રિટને ઈરાન પર નવા પ્રતિબંધો લગાવ્યા 
ઈઝરાયેલ પર તહેરાનના હુમલા બાદ અમેરિકા અને બ્રિટને ઈરાન પર નવા પ્રતિબંધો લગાવ્યા હતા. ઈરાનના 16 લોકો અને તેમની બે કંપનીઓ પર આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. આ કંપનીઓ ડ્રોન એન્જિન બનાવે છે. તમને જણાવી દઈએ કે ઈરાને 13 એપ્રિલની મધ્યરાત્રિએ ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ વિવિધ પ્રકારના ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં કિલર ડ્રોનથી લઈને બેલિસ્ટિક મિસાઈલો અને ક્રુઝ મિસાઈલોનો સમાવેશ થાય છે. આ હુમલા બાદ તરત જ ઈઝરાયેલની સેનાએ એર ડિફેન્સ સિસ્ટમને સક્રિય કરી દીધી હતી.

ઇઝરાયલ આર્મી IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે, ઈરાને ઈઝરાયેલ પર સીધો હુમલો કર્યો છે. ઇઝરાયલે આમાંથી મોટાભાગની મિસાઇલો એરો એરિયલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ઇઝરાયેલે ઇરાનના 99 ટકા હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ હુમલા બાદ અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશો ઈઝરાયેલની મદદ માટે આગળ આવ્યા હતા. 

વધુ વાંચો : આજથી રાજનીતિનું સૌથી મોટું દંગલ શરૂ: મતદારો કરશે સરકારના આ 8 મંત્રીઓના ભાવિનો નિર્ણય, કોણ છે તે દિગ્ગજો

ઈરાને ઈઝરાયેલ પર શા માટે હુમલો કર્યો?
1 એપ્રિલે સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈરાને તેના ટોચના કમાન્ડર સહિત ઘણા સૈન્ય અધિકારીઓના મોતનો દાવો કર્યો હતો. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને સીધો જ જવાબદાર ઠેરવ્યો હતો. આ જ કારણ છે કે તેણે બદલો લેવા માટે ઈઝરાયેલ પર ઝડપી હુમલા શરૂ કર્યા અને આ ક્રિયાને ઓપરેશન ટ્રુ પ્રોમિસ નામ આપ્યું. ઈરાનનું કહેવું છે કે તેણે 'ઓપરેશન ટ્રુ પ્રોમિસ' કોડનેમ આપ્યું છે જેથી તે તેના મિત્રો અને દુશ્મનોને કહી શકે કે તે જે કહે છે તેનું પાલન કરે છે. તે જાણે છે કે કેવી રીતે સાચા વચનો આપવા. તે જે વચન આપે છે તે પાળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ