બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:52 AM, 30 October 2025
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં દિનોદ ગામની સીમમાં ઈશ્વરદાદા મહાદેવજીનું મંદિર આવેલુ છે. છ દાયકા પહેલા મહાદેવજીના ભક્તને સ્વપ્નમાં એક ખેતરમાં શિવલિંગ હોવાનું દિશા સૂચન મળતા, ગ્રામવાસીઓએ તપાસ કરી ત્યારે શિવલિંગ મળી આવ્યુ હતું. જે ભક્તને સ્વપ્ન આવ્યુ હતુ તેમનું નામ ઈશ્વરભાઈ હતુ એટલે મહાદેવનું નામ ઈશ્વરદાદા મહાદેવ રાખીને સ્થાપના કરવામાં આવી હતી. આજે દેવદર્શનમાં ઈશ્વરદાદા મહાદેવના દર્શન કરી ધન્ય થઈશું...
ADVERTISEMENT
અતિપૌરાણીક છે મંદિર
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દીનોદ ગામની સીમમાં આવેલ ઈશ્વરદાદા મહાદેવજીનું પૌરાણિક મંદિર આવેલું છે. આશરે 60 વર્ષ પહેલા અહીં સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. એક માન્યતા પ્રમાણે કંટવા ગામના ઈશ્વરભાઈ પટેલને સ્વપ્નમાં શિવલિંગનું દિશા સૂચન મળ્યુ હતું ઈશ્વરભાઈએ સ્વપ્નની વાત ગ્રામજનોને કહી હતી એટલે ગામલોકોએ ભેગા મળી ખેતરાડી વિસ્તારમાં જઈ તપાસ કરી જ્યાં શિવલિંગ મળી આવતા ધાર્મિક વિધિ કરી મહાદેવજીની સ્થાપના કરી હતી. ઈશ્વરભાઈ પટેલને સ્વપ્નમાં સૂચન થયુ હતું એટલે તેમના નામ પરથી આ શિવલિંગનું નામ ઈશ્વરદાદા મહાદેવ રાખવામાં આવ્યું હતુ.
ADVERTISEMENT
દીનોદ ગામમાં બિરાજમાન છે મહાદેવ
દીનોડ ગામમાં પ્રગટ સ્વયંભૂ શિવલિંગની જગ્યા પર પહેલાં નાનું મંદિર બનાવવામાં હતું ધીમે ધીમે ભાવિકોની સંખ્યામાં વધારો થતો ગયો એટલે લોકોના સહયોગથી મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. મહાદેવજીના ભવ્ય મંદિરે દૂર-દૂરથી દર્શનાર્થીઓ આવે છે ચારે બાજૂ લીલાછમ ખેતરોની વચ્ચે આવેલા મહાદેવજીના મંદિરમાં પ્રવેશ કરતા જ અલૌકિક શાંતિનો અહેસાસ થાય છે.
ADVERTISEMENT
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર
ADVERTISEMENT
મહાદેવજીનું ભવ્ય મંદિર શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર છે. દરરોજ દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન કરવા અહીં ઉમટી પડે છે અને ભક્તિભાવથી પ્રાર્થના કરી મહાદેવજીના આશીર્વાદ મેળવી નવી શક્તિના સંચારનો અહેસાસ કરે છે. મંદિરે નિયમિત દર્શન કરવા આવતા ભાવિકભક્તો મહાદેવજીના દર્શન કર્યા બાદ મંદિરમાં સેવા આપી મહાદેવજીની સમીપે રહી ધન્ય થાય છે.
તમામ તહેવારોની ધુમધામથી ઉજવણી
ADVERTISEMENT
મહાદેવજીના મંદિરે શિવરાત્રી, ગુરુપૂર્ણિમા અને જન્માષ્ટમીના ઉત્સવોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં શિવભક્તોની ભીડનું જાણે કીડીયારુ ઉભરાય છે. દરેક પૂનમે અહીં આજુબાજુના ગામો અને સુરતથી ભાવિક ભક્તો પૂનમ ભરવા આવે છે, ઘણા ભાવિકોને મહાદેવજીનો સાક્ષાત્કાર થયો છે અને એટલે જ લોકોની શ્રદ્ધા દ્રઢ બની છે. શિવરાત્રિના દિવસે મહાદેવજીના દર્શને પાંચથી સાત હજાર દર્શનાર્થીઓ મંદિરે આવી ઈશ્વરદાદાના દર્શનનો લાભ લે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.