બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / રિષભ પંતની Ex ગર્લફ્રેન્ડએ એવું શું કર્યું કે યુઝર્સે કરી ટ્રોલ, કહ્યું ''ક્રિકેટરને ચીટ કર્યું''

મનોરંજન / રિષભ પંતની Ex ગર્લફ્રેન્ડએ એવું શું કર્યું કે યુઝર્સે કરી ટ્રોલ, કહ્યું ''ક્રિકેટરને ચીટ કર્યું''

Jinal Chauhan

Last Updated: 09:58 AM, 30 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋષભ પંતની એક્સ ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ પંજાબ કિંગ્સને સપોર્ટ કરતા સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે. યુઝર્સે ઈશાને ટ્રોલ કરી છે અને કેટલાક લોકોએ તેમના પર ક્રિકેટરને ચીટ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

આઈપીએલ દરમિયાન ક્રિકેટર્સ અને પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરવા સેલિબ્રિટીઓ સ્ટેડિયમમાં જોવા મળે છે. તાજેતરમાં ઋષભ પંતની એક્સ ગર્લફ્રેન્ડ ઈશા નેગી સ્ટેડિયમમાં જોવા મળી હતી. તે પંજાબ કિંગ્સને સપોર્ટ કરવા આવી હતી જ્યારે ઋષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન છે. આ કારણે ઈશાએ પંજાબને સપોર્ટ કરવું ઘણા લોકોને ન ગમ્યું.

ઈશા નેગીએ એક વીડિયોમાં પંજાબ કિંગ્સ માટે ચિયર કરતી જોવા મળી અને તેમણે પોસ્ટમાં પોતાની ફેવરિટ ટીમ અને કેપ્ટન વિશે લખ્યું. આ પોસ્ટ જોઈને ઋષભ પંતના ફેન્સ નારાજ થયા અને ઈશાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા લાગ્યા. કેટલાક યુઝર્સે તો તેમના પર ઋષભ પંતને ચીટ કરવાનો આરોપ પણ લગાવ્યો. રેડિટ પર જૂના પોસ્ટ્સ પણ ફરી વાયરલ થયા જેમાં ઈશા અને પંતે એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યા હોવાની વાત સામે આવી. કેટલાક લોકોનું કહેવું છે કે ઈશા પંજાબ કિંગ્સને સપોર્ટ કરીને પોતાના કેપ્શન દ્વારા ઋષભ પંત પર નિશાન સાધી રહી છે. કહેવામાં આવે છે કે બંને 2015થી રિલેશનમાં હતા અને 2025માં તેમનો બ્રેકઅપ થયો હવે ઈશા બીજી ટીમને સપોર્ટ કરતી જોવા મળી રહી છે.

ઈશા નેગીએ હેટર્સને જવાબ આપતા પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી. તેમાં તેણે લખ્યું કે કેટલાક સત્ય માટે લોકોને સમજાવવાની જરૂર નથી. ફોટોમાં ઈશા હાથમાં એક બેવરેજ લઈને દેખાય છે અને સાથે કોઈ બીજું વ્યક્તિ પણ છે. બેવરેજ પર લખેલું છે “જ્યાં છો ત્યાં ખુશ રહો અને જે તમને આનંદ આપે તે વધુ કરો.” ઇન્ટરનેટ પર એવો દાવો પણ કરવામાં આવે છે કે ઈશા 2024થી સહજ સંધૂને ડેટ કરી રહી હતી જ્યારે તે દરમિયાન તે ઋષભ પંચ સાથે પણ સંબંધમાં હતી.

Isha Negi controversy (1)

કેટલાક લોકો કહે છે કે લાંબા સમય સુધી સાથે રહ્યા પછી ઈશાએ મુશ્કેલ સમયમાં ઋષભનો સાથ છોડ્યો અને પ્રસિદ્ધિ મેળવવા માટે તેમનો ઉપયોગ કર્યો હતો.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ 243 રન બનાવીને પણ મુંબઈ હોમ ગ્રાઉન્ડમાં હાર્યું, હૈદરાબાદની 6 વિકેટે જીત

કોણ છે ઈશા નેગી?

ઈશા નેગી એક ઇન્ટીરિયર ડિઝાઇનર, બિઝનેસવુમન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તે પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલ અને ગ્લેમરસ ઈમેજ માટે જાણીતી છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના લગભગ 4.8 લાખ ફોલોઅર્સ છે અને તેઓ ત્યાં સુંદર ફોટોઝ શેર કરે રહે છે. તે યુટ્યુબ પર પણ એક્ટિવ છે. એક સમય હતો જ્યારે તે ઋષભ પંતની ટીમને આઈપીએલમાં સપોર્ટ કરતી હતી પરંતુ સંબંધ તૂટ્યા પછી હવે તે પંજાબ ટીમને પોતાની ફેવરિટ તરીકે સપોર્ટ કરતી જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rishabh Pant ex girlfriend Isha Negi controversy Punjab Kings support
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ