બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 07:11 PM, 31 March 2022
ADVERTISEMENT
પાન કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજોમાંથી એક છે. આજકાલ PAN કાર્ડનો ઉપયોગ લગભગ દરેક નાણાકીય જરૂરિયાતો માટે થાય છે જેમ કે મિલકત ખરીદવી, બેંક ખાતું ખોલવું, રોકાણ કરવું, ઘરેણાં ખરીદવા વગેરે. તેનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આવી સ્થિતિમાં, જો તમે હજુ સુધી PAN કાર્ડ લિંક નથી કર્યું, તો આજે જ તેને જલ્દીથી લિંક કરો.
ADVERTISEMENT
1 એપ્રિલ, 2022થી પાન કાર્ડને લગતા નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આજે જો તમે આધાર અને પાન કાર્ડને લિંક નહીં કરાવો તો તમારે પછીથી ભારે દંડ ભરવો પડશે. આ સાથે પાન કાર્ડ પણ નિષ્ક્રિય થઈ જશે. પરંતુ ઘણી વખત PAN ને આધાર સાથે લિંક કર્યા પછી પણ તે લિંક થતું નથી અને તેના કારણે PAN કાર્ડ ઈનએક્ટિવ થઈ જાય છે.
આવી સ્થિતિમાં આજે જ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું સ્ટેટસ તપાસો. નહીં તો તમારે પાછળથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. PAN ઈનએક્ટિવ થવા પર તમે બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકશો નહીં.
આ સિવાય શેરબજારમાં ટ્રેન્ડિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, પોસ્ટ ઓફિસમાં રોકાણ વગેરે પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. પાન કાર્ડ વિના તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો નહીં. આ મુશ્કેલીથી બચવા માટે, અમે તમને PAN અને આધાર લિંકનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તે વિશે જણાવીએ છીએ-
આ રીતે તપાસો પાન કાર્ડ અને આધાર લિંકનું સ્ટેટસ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.