ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / શું અનુજ બાદ રૂપાલી ગાંગુલી પણ છોડી રહી છે અનુપમા શો? થઇ શકે છે આ નવા કેરેક્ટરની એન્ટ્રી
Last Updated: 08:09 AM, 4 January 2025
ADVERTISEMENT
ટીવીનો સૌથી ફેમસ અને વધારે જોવાયેલ શો 'અનુપમા' ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. આ શોમાંથી અત્યાર સુધી ઘણા મોટા ચહેરા ગાયબ થઈ ગયા છે. જોકે, શોની લાઈફ કહેવાતી રૂપાલી ગાંગુલી હાલમાં શોમાં જ છે. પરંતુ હવે તેના પાત્ર વિશે પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેણે શોના દર્શકો અને રૂપાલીના ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે. ઘણા અહેવાલોમાં આવા દાવા કરવામાં આવી રહ્યા છે કે મેકર્સ શોમાં મોટા ફેરફારોની યોજના બનાવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મેકર્સ શોમાં અમૂક નવા પાત્રો અને ચહેરાઓને લાવવાની યોજના બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં, છેલ્લા 4 વર્ષથી પોતાના દમદાર અભિનય અને તેના પાત્રથી એક મોટી ઓળખ બનાવનાર રૂપાલી ગાંગુલીનો શો છોડી શકે છે. પોતાના દમદાર અભિનયથી 'અનુપમા' નું પાત્ર ભજવનારી રૂપાલીએ શરૂઆતથી જ શોને નિયંત્રણમાં રાખ્યો છે. પરંતુ હવે એવા સમાચાર છે કે તે આગામી ત્રણ મહિનામાં શોને વિદાય આપી શકે છે. જો કે હજુ સુધી આ સમાચારની પુષ્ટિ થઈ નથી.
ADVERTISEMENT
શું હકીકતમાં શો છોડશે રૂપાળી ગાંગુલી?
ADVERTISEMENT
'અનુપમા' પોતાની ઈમોશનલ કહાની અને શાનદાર પર્ફોમન્સ માટે ફેમસ છે, પરંતુ તાજેતરમાં જ ઘણા બદલાવ થયા છે. અલીશા પરવીને શો છોડ્યો અને તેની જગ્યા અદ્રિજા રૉયને કાસ્ટ કરવામાં આવી છે. આ સિવાય, શોમાં 15 વર્ષના લિપ બતાવ્યો છે, જેમાં કહાની નવા પાત્રો પ્રેમ અને રાહી પર ફોકસ થઈ ગઈ છે. આને રૂપાલીનો સ્ક્રીન ટાઈમ ખૂબ ઘટી ગયો છે. મળતી માહિતી અનુસાર, રૂપાલી ત્યારે શો છોડી શકે છે જ્યારે કાહાની નવા લીડ્સના વચ્ચે લવ ટ્રાયેંગલ પર પહોંચશે.

ADVERTISEMENT
વધુ વાંચો:51 વર્ષની ઉંમરમાં પણ લાગે છે 21 વર્ષની, મલાઈકા અરોરાની બોલ્ડ તસવીરોએ મચાવી ધૂમ
કેવી રીતે સહન થશે દર્શકોને આ મોટો બદલાવ
ADVERTISEMENT
જો આવું થયું તો આ શો માટે મોટો ટર્નિંગ પોઈન્ટ હશે. 'અનુપમા'ના પાત્રોમાં રૂપાલીની પરફોર્મન્સે શોને ટોપ પર પહોંચાડ્યો છે અને તેના નિકળવાથી પ્રેક્ષકો માટે મોટો બદલાવ થશે. નવી કહાની અને પાત્રોએ શોમાં તાજગી તો લાવી છે, પરંતુ રૂપાલીની વિદાય પ્રેક્ષકો માટે ખાલીપણું છોડી શકે છે. આવી સ્થિતિમાં, તેના ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે આવું ન થાય. હવે જોવાનું એ રહે છે કે મેકર્સ આ બદલાવને કેવી રીતે હેન્ડલ કરે છે. આ ચાર્ટ-ટોપિંગ શોએ છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેનું નંબર 1 સ્થાન ગુમાવ્યું છે. તાજેતરમાં 52મા સપ્તાહમાં તે ચોથા સ્થાને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT