બ્રેકિંગ ન્યુઝ
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ વધતો જ જાય છે. ઈરાને ઇઝરાયેલ પર હુમલો કર્યા પછી ઇઝરાયેલે શુક્રવારે જવાબી કાર્યવાહી કરી હતી. ઇઝરાયલે શુક્રવારે ઈરાનના અનેક શહેરો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. ઇઝરાયલના ઈરાનના ઈસ્ફહાન શહેર પર ડ્રોન દ્વારા હુમલો કર્યા બાદ ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીરબદોલ્લાહિયાને કહ્યું કે એ ડ્રોન નથી પરંતુ તે રમકડાંઓ જેવા છે કે જેનાથી અમારા બાળકો રમે છે. તેમણે કહ્યું કે એ સાબિત થયું નથી કે આ ડ્રોન અને ઇઝરાયેલ વચ્ચે કોઈ સંબંધ છે. જોકે, વિદેશ મંત્રીએ કહ્યું કે ઈરાન આ મામલે તપાસ કરી રહ્યું છે.
ADVERTISEMENT
હુમલા અંગે ઈરાની મીડિયા અને અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારે વહેલી સવારે મધ્ય ઈરાનમાં ઈસ્ફહાન ઉપર એર ડિફેન્સ ફોર્સ દ્વારા ત્રણ ડ્રોનને તોડી પાડવાને કારણે વિસ્ફોટ થયો હતો. તેમણે આ ઘટનાને ઇઝરાયેલને બદલે "ઘૂસણખોરો" દ્વારા કરવામાં આવેલ હુમલો ગણાવ્યો.
ADVERTISEMENT
ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરબદોલ્લાહિયાને શુક્રવારે કહ્યું કે જો ઇઝરાયેલ તેના હિતોની વિરુદ્ધ કામ કરશે તો ઈરાન તરત જ અને "મહત્તમ સ્તરે" જવાબ આપશે. એક ઈન્ટરવ્યુમાં અમીરબદોલ્લાહિયાને કહ્યું કે જો ઇઝરાયેલ વધુ એક દુઃસાહસ કરવા ઇચ્છે છે અને ઈરાનના હિતોની વિરુદ્ધ કામ કરે છે તો અમારી આગામી પ્રતિક્રિયા તાત્કાલિક અને મહત્તમ સ્તરે હશે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે, પરંતુ જો ઇઝરાયેલ જવાબી કાર્યવાહી ન કરે તો અમારું કામ થઈ ગયું છે, અમે નિષ્કર્ષ પર પહોચી ચુક્યા છીએ.
વધુ વાંચો: હવે ઈઝરાયલે બદલો લેવાનું શરૂ કર્યું, છોડી તાબડતોબ મિસાઇલો, ઇરાને બોલાવી ઇમરજન્સી મીટિંગ
ADVERTISEMENT
ઇઝરાયેલે આ ઘટના અંગે કંઈ કહ્યું નથી. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ કોઈપણ આક્રમક કાર્યવાહીમાં સામેલ નથી, જ્યારે વ્હાઇટ હાઉસે કહ્યું કે તેને કોઈ ટિપ્પણી નથી કરવી. ઇઝરાયેલે કહ્યું હતું કે 13 એપ્રિલે ઇઝરાયેલ પર ઈરાને કરેલા હુમલા બાદ જવાબી કાર્યવાહી કરશે. ઈરાન દ્વારા ઇઝરાયેલ પર આ પહેલો સીધો હુમલો હતો, જેમાં ઈરાને ઇઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. તેહરાને આ હુમલા 1 એપ્રિલના રોજ કથિત ઇઝરાયલી હવાઈ હુમલાના જવાબમાં કર્યા હતા, જેમાં ઇઝરાયેલે દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસ સંકુલ પર હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.