બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Iran wants 'immediate explanation' from Pakistan over attacks

વર્લ્ડ માટે મુસીબત / VIDEO : લંગોટીયા યાર ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાન-પાકિસ્તાન કેમ બન્યાં દુશ્મન? મોટું કારણ સામે આવ્યું, માની નહીં શકાય

Hiralal

Last Updated: 04:01 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે ઈસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે. ઈરાની એરસ્ટ્રાઈકની સામે હવે પાકિસ્તાને પણ વળતી એરસ્ટ્રાઈક કરીને 7ને ઉડાવી દીધાં છે.

  • બે ઈસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાન અને ઈરાન વચ્ચે વધ્યો તણાવ
  • ઈરાની એરસ્ટ્રાઈકનો હવે પાકિસ્તાને પણ આપ્યો જવાબ
  • પાકિસ્તાને ઈરાન પર એરસ્ટ્રાઈક કરીને 7ને ઉડાવ્યાં 

એક જમાનાના બે લંગોટીયા યાર અને ઈસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાન અને ઈરાન હવે એકબીજાના જાનના દુશ્મન બન્યાં છે. ગઈ કાલની સ્ટ્રાઈકનો બદલો લેતા હવે પાકિસ્તાને ઈરાન પર મિસાઈલ ઝીંકી દીધી છે જેમાં 7 લોકો માર્યાં ગયા હતા જોકે પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે અમારી સ્ટ્રાઈકમાં બલુચ આતંકીઓ માર્યાં ગયા છે. ઈરાને બુધવારે પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યાના એક દિવસ બાદ આજે પાકિસ્તાને પણ વળતો જવાબ આપ્યો હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાને ઈરાનમાં ઘણા આતંકી અડ્ડાઓ પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધા છે. જો કે હુમલાના સમય અને સ્થળ અંગે કોઇ નક્કર માહિતી મળી નથી.

ઈરાને જૈશ અલ અદલ પર કરી એરસ્ટ્રાઈક 
ઈરાને બલુચિસ્તાનમાં જૈશ અલ-અદલના ઠેકાણાઓ પર કરેલી મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ આ સંગઠન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે આ હુમલામાં બે પાકિસ્તાની બાળકો માર્યા ગયા છે. પાકિસ્તાને તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી છે અને ઇરાનને તેના પરિણામો અંગે ચેતવણી આપી છે.

જૈશ અલ-અદલ 600 આતંકીઓનું સંગઠન 
જૈશ-અલ-અદલ, જેને "આર્મી ઓફ જસ્ટિસ" તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સુન્ની આતંકવાદી જૂથ છે જેની સ્થાપના 2012 માં કરવામાં આવી હતી જે પાકિસ્તાનમાં મોટા પ્રમાણમાં કાર્યરત છે. પાકિસ્તાનના સિસ્તાન-બલુચિસ્તાનથી કાર્યરત આ આતંકી સંગઠન ઈરાન અને પાકિસ્તાનની સીમા પર ખૂબ જ સક્રિય છે. અમેરિકા અને ઈરાન બંનેએ આ સંગઠનને આતંકવાદી જાહેર કર્યું છે. આ સુન્ની સંગઠનમાં 500થી 600 આતંકીઓ છે. 

જૈશ અલ-અદલે ઈરાનની પોલીસ અને સેના પર અનેક હુમલા કર્યાં 
જૈશ અલ-અદલે 2013થી ઈરાનની બોર્ડર પોલીસ અને સેના પર અનેક હુમલા કર્યા છે. આ સંગઠન સરકારી અધિકારીઓ અને નાગરિકોની હત્યા, અપહરણ, હિટ એન્ડ રન અને દરોડા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જૂથ 2013માં પ્રથમ વખત ત્યારે ચર્ચામાં આવ્યું કે જ્યારે તેણે 14 ઈરાની જવાનોની હત્યા કરી હતી. ગયા મહિને ડિસેમ્બરમાં તેણે ઈરાની સેના પર હુમલો કર્યો હતો, જેમાં તેના 11 જવાનો માર્યા ગયા હતા. ઈરાને આ ઘટનાનો બદલો લેવા માટે હુમલો કર્યો હતો. 

ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 959 કિલોમીટર લાંબી સરહદ
ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 959 કિલોમીટર લાંબી સરહદ છે અને પહેલી વાર ઈરાને પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે. ખાસ કરીને ઈરાનનું સિસ્તાન અને પાકિસ્તાનનું બલૂચિસ્તાન તેની સરહદે છે. સિસ્તાન પ્રાંતમાં ઈરાનના લઘુમતી સુન્ની મુસ્લિમો વસે છે, જેમની સંસ્કૃતિ બલૂચ લોકો સાથે મેળ ખાય છે. તેમનો દાવો છે કે ઈરાનમાં તેમની પર અત્યાચાર થાય છે અને તેઓ ભેદભાવનો ભોગ બને છે. ઈરાનનું કહેવું છે કે બલૂચિસ્તાનમાં ઘણા આતંકી સંગઠન સક્રિય છે, જે પોતાના સીમાવર્તી વિસ્તારને નિશાન બનાવે છે. સાથે જ પાકિસ્તાન આ વાતને નકારી રહ્યું છે. ઈરાન શિયા દેશ છે, જ્યારે પાકિસ્તાન સુન્ની બહુમતી ધરાવે છે. આવી સ્થિતિમાં, બંને વચ્ચે કેટલાક મતભેદો થયા છે.જૈશ અલ-અદલે ઈરાનની પોલીસ અને સેના પર અનેક હુમલા કર્યાં જૈશ અલ-અદલે 2013થી ઈરાનની બોર્ડર પોલીસ અને સેના પર અનેક હુમલા કર્યા છે. આ સંગઠન સરકારી અધિકારીઓ અને નાગરિકોની હત્યા, અપહરણ, હિટ એન્ડ રન અને દરોડા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જૂથ 2013માં પ્રથમ વખત ત્યારે ચર્ચામાં આવ્યું કે જ્યારે તેણે 14 ઈરાની જવાનોની હત્યા કરી હતી. ગયા મહિને ડિસેમ્બરમાં તેણે ઈરાની સેના પર હુમલો કર્યો હતો, જેમાં તેના 11 જવાનો માર્યા ગયા હતા. ઈરાને આ ઘટનાનો બદલો લેવા માટે હુમલો કર્યો હતો. 

ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 959 કિલોમીટર લાંબી સરહદ
ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 959 કિલોમીટર લાંબી સરહદ છે અને પહેલી વાર ઈરાને પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે. ખાસ કરીને ઈરાનનું સિસ્તાન અને પાકિસ્તાનનું બલૂચિસ્તાન તેની સરહદે છે. સિસ્તાન પ્રાંતમાં ઈરાનના લઘુમતી સુન્ની મુસ્લિમો વસે છે, જેમની સંસ્કૃતિ બલૂચ લોકો સાથે મેળ ખાય છે. તેમનો દાવો છે કે ઈરાનમાં તેમની પર અત્યાચાર થાય છે અને તેઓ ભેદભાવનો ભોગ બને છે. ઈરાનનું કહેવું છે કે બલૂચિસ્તાનમાં ઘણા આતંકી સંગઠન સક્રિય છે, જે પોતાના સીમાવર્તી વિસ્તારને નિશાન બનાવે છે. સાથે જ પાકિસ્તાન આ વાતને નકારી રહ્યું છે. ઈરાન શિયા દેશ છે, જ્યારે પાકિસ્તાન સુન્ની બહુમતી ધરાવે છે. આવી સ્થિતિમાં, બંને વચ્ચે કેટલાક મતભેદો થયા છે.

જૈશ અલ અદલે અપહરણ કરીને કૂલભૂષણ જાધવને આઈએસઆઈને સોંપ્યો હતો 
જૈશ અલ-અદલે માર્ચ 2016માં ઈરાનના ચાબહારથી કુલભૂષણ જાધવનું અપહરણ કર્યું હતું. જાધવના અપહરણ બાદથી આ આતંકી સંગઠન ભારતીય ગુપ્તચર એજન્સીઓના રડાર પર આવી ગયું હતું. એજન્સીઓનું કહેવું છે કે જાધવના અપહરણ બાદ જૈશ અલ-અદલે તેને પાકિસ્તાનના આતંકી સંગઠન આઈએસઆઈને સોંપી દીધો હતો. આ પછી પાકિસ્તાને જાધવ પર ભારતીય જાસૂસ હોવાનો આરોપ લગાવતા તેને કેદ કરી દીધો હતો. આ કેસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ