બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કોણ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ IPS અજય પાલ શર્મા? જેની એન્ટ્રીથી બંગાળમાં હલચલ

નેશનલ / કોણ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ IPS અજય પાલ શર્મા? જેની એન્ટ્રીથી બંગાળમાં હલચલ

Pravin Joshi

Last Updated: 06:23 PM, 28 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય પાલ શર્માની બંગાળમાં એન્ટ્રી થતાની સાથે જ ત્યાંની સત્તાધારી પાર્ટી TMC અને વિપક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં તૈનાતી દરમિયાન તેમણે TMC ના ઉમેદવાર જહાંગીર ખાનના સમર્થકોને કડક લહેજામાં ચેતવણી આપી હતી કે ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે હિંસા સાંખી લેવામાં આવશે નહીં.

ઉત્તર પ્રદેશના પ્રખ્યાત IPS અધિકારી અજય પાલ શર્માને ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. દક્ષિણ 24 પરગણામાં તૈનાત થયા બાદ તેમણે સત્તારૂઢ TMC ના ઉમેદવાર જહાંગીર ખાનના સમર્થકોને કડક ચેતવણી આપી છે, જેના કારણે રાજકીય વિવાદ છેડાયો છે. 2011 બેચના આ અધિકારી તેમના એન્કાઉન્ટર અભિયાનો માટે જાણીતા છે, જોકે તેમનું કરિયર અનેક વિવાદો અને ભ્રષ્ટાચારના આરોપોથી પણ ઘેરાયેલું રહ્યું છે.

IPS Ajay Pal Sharma

અજય પાલ શર્માની બંગાળમાં એન્ટ્રી થતાની સાથે જ ત્યાંની સત્તાધારી પાર્ટી TMC અને વિપક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. દક્ષિણ 24 પરગણા જિલ્લામાં તૈનાતી દરમિયાન તેમણે TMC ના ઉમેદવાર જહાંગીર ખાનના સમર્થકોને કડક લહેજામાં ચેતવણી આપી હતી કે ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે હિંસા સાંખી લેવામાં આવશે નહીં. આ કડક વલણને કારણે મમતા બેનર્જીની પાર્ટીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. લોકો હવે આ 'સિંઘમ' અધિકારી વિશે વધુ જાણવા ઉત્સુક બન્યા છે, જેમના નામે ઉત્તર પ્રદેશમાં અનેક એન્કાઉન્ટર નોંધાયેલા છે.

IPS Ajay Pal Sharma

અજય પાલ શર્માના અંગત જીવન અને કારકિર્દીની વાત કરીએ તો, તેઓ મૂળ પંજાબના લુધિયાણાના રહેવાસી છે અને 2011 બેચના ઉત્તર પ્રદેશ કેડરના IPS અધિકારી છે. પોલીસ સેવામાં જોડાતા પહેલા તેમણે મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કર્યો હતો. તેમણે BDS (બેચલર ઓફ ડેન્ટલ સાયન્સ) ની ડિગ્રી મેળવી છે, એટલે કે તેઓ વ્યવસાયે ડૉક્ટર પણ છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં જ તેમને પ્રમોશન આપીને DIG (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) રેન્ક આપવામાં આવી હતી અને હાલમાં તેઓ પ્રયાગરાજમાં ACP તરીકે ફરજ બજાવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના 'અપરાધ મુક્ત પ્રદેશ' ના વિઝનને અમલી બનાવવા માટે અજય પાલ શર્માએ નોઈડા, શામલી, જૌનપુર અને રામપુર જેવા જિલ્લાઓમાં અનેક જોખમી ઓપરેશનનું નેતૃત્વ કર્યું છે. એવું કહેવાય છે કે તેમણે પોતાની કારકિર્દીમાં ડઝનબંધ એન્કાઉન્ટર કર્યા છે, જેના કારણે ગુનેગારોમાં તેમનો ભારે ખૌફ જોવા મળે છે. જોકે, તેમની આ કામગીરી હંમેશા બેદાગ રહી નથી. તેમના પર નકલી એન્કાઉન્ટર કરવાના અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો પણ લાગ્યા છે.

આ પણ વાંચોઃ બિઝનેસ / એવાં 3 મોટા સમાચાર, જેના લીધે રોકાણકારોએ છાપી નાખ્યા ₹ 7 લાખ કરોડ

વર્ષ 2020 માં શામલીમાં અકબર નામના કથિત ગુનેગાર સાથેની અથડામણ બાદ વિપક્ષી પાર્ટીઓ, ખાસ કરીને સમાજવાદી પાર્ટીએ તેને 'ફેક એન્કાઉન્ટર' ગણાવ્યું હતું. તે જ રીતે, એક વર્ષ અગાઉ સબ્બીર નામના શંકાસ્પદ ગુનેગાર અને એક પોલીસ કોન્સ્ટેબલના મોતના કિસ્સામાં પણ તેમની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા હતા. વિવાદો છતાં, ચૂંટણી પંચે તેમની કડક છબીને ધ્યાનમાં રાખીને જ બંગાળના સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિપૂર્ણ મતદાન કરાવવાની જવાબદારી સોંપી છે. બંગાળની ધરતી પર યુપીના આ આકરા મિજાજના અધિકારી શું રંગ લાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WestBengalElections2026 EncounterSpecialist AjayPalSharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ