બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:13 PM, 27 April 2026
શેરબજારમાં આજે મજબૂત તેજી જોવા મળી. સેન્સેક્સ 639.42 પોઈન્ટ વધીને 77,303.63 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 194 પોઈન્ટ વધીને 24,092 પર બંધ થયો. નિફ્ટી બેંકમાં 175 પોઈન્ટની તેજી રહી. આ મજબૂત તેજીથી રોકાણકારોના પોર્ટફોલિયોમાં આશરે 7 લાખ કરોડનો વધારો થયો છે.
ADVERTISEMENT
ટોચના 30 બીએસઇ શેરોમાંથી 7 ઘટ્યા, જ્યારે બાકીના 23 વધ્યા. સન ફાર્મા સૌથી વધુ 7 ટકા વધારા સાથે બંધ થયો. આ પછી રિલાયન્સના શેર લગભગ 3 ટકા વધ્યા. અદાણી પોર્ટ્સ પણ 2.72% વધ્યા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એચસીએલ ટેક જેવા શેરોમાં પણ વધારો જોવા મળ્યો.
પહેલા સમાચાર: સેક્ટરના હિસાબ વાત કરીએ તો ફાર્માસ્યુટિકલ્સથી લઈને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સુધીના તમામ ક્ષેત્રો ગ્રીન ઝોનમાં બંધ થયા. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે સૌથી મોટો ફાયદો જોયો, કારણ કે આ ક્ષેત્રને લગતા મહત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા. સન ફાર્માએ યુએસ સ્થિત ઓર્ગેનોન ફાર્મા કંપનીને ખરીદવાની જાહેરાત કરી, જે ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી ફાર્માસ્યુટિકલ સંપાદન માનવામાં આવે છે. આ સોદો 1.10 લાખ કરોડનો હશે.
ADVERTISEMENT
બીજા સમાચાર: તાજેતરના જાહેર રિપોર્ટમાં સંકેત મળે છે ઈરાને પાકિસ્તાની મધ્યસ્થી દ્વારા અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા અને સંઘર્ષનો અંત લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એક અહેવાલ મુજબ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પણ કહ્યું હતું કે ઈરાન બે મહિનાથી ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો શરૂ કરી શકે છે.
ત્રીજા સમાચારઃ શેરબજારમાં તેજીનું બીજું મુખ્ય કારણ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો મુક્ત વેપાર કરાર હતો, જેમાં ન્યુઝીલેન્ડે 20 અરબ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. તેણે ભારતીય નિકાસ પર સરેરાશ કર 10ટકાથી ઘટાડીને શૂન્ય કરવાની પણ જાહેરાત કરી હતી. વધુમાં તે ત્રણ વર્ષ માટે વાર્ષિક 5,000 વિઝા આપવા સંમત થયો. આ બધી જાહેરાતોએ બજારની તેજીને સપોર્ટ કરે છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ બિઝનેસ / 10 વર્ષ બાદ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રેક થઇ 'મેગા ડીલ', રોકાણ કરોડોમાં
ADVERTISEMENT
ભારતનો VIX 5 ટકા ઘટ્યો
માર્કેટની અસ્થરિતાને માપનાર અને અક્ષર ડરનો ઇન્ડેક્ષ કહેવાતા VIX લગભગ 5% ઘટીને 19 પર આવી ગયો. સૂચકાંકમાં ઘટાડો અનિશ્ચિતતામાં ઘટાડો અને રોકાણકારોના વિશ્વાસમાં સુધારો દર્શાવે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.