આઈપીએલ 2021ની શરુઆત ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝ પુરી થયાના 12 દિવસ બાદ 9 એપ્રિલે શરુ થશે. જેની માહિતી બીસીસીઆઈનાં એક સુત્રએ આપી છે. ઈંગ્લેન્ડ સામે વનડે સિરીઝની છેલ્લી મેચ 29 માર્ચનાં રોજ રમાશે.
આઈપીએલ 2021ની સિરીઝ 9 એપ્રિલથી શરુ થશે
સમિતીની બેઠકમાં તારીખ અને સ્થળોની ઔપચારિક મંજૂર મળી જશે
આઈપીએલની મેચો પાંચ શહેરોમાં યોજાશે
30 મેનાં રોજ સમાપ્ત થશે
ભારતીય ટીમનાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આઈપીએલનો નેક્સ્ટ ટાઇમ ટેબલ નક્કી કરવામાં આવ્યો છે. બીસીસીઆઈનાં એક સુત્ર પ્રમાણે આઈપીએલ 2021ની સિરીઝ 9 એપ્રિલથી શરુ થશે અને 30 મેનાં રોજ સમાપ્ત થશે.
ANI Photo
અમદાવાદમાં યોજાશે આઈપીએલ
આગામી સપ્તાહે સંચાલન સમિતીની બેઠકમાં તારીખ અને સ્થળોની ઔપચારિક મંજૂર મળી જશે. કોવિડ-19 મહામારીનાં પ્રભાવને ઓછો કરવા માટે બીસીસીઆઈએ હાલની પરિસ્થિતિમાં આઈપીએલની મેચો પાંચ શહેરો ચેન્નાઈ, કોલકાતા, બેંગાલુરુ, દિલ્હી અને અમદાવાદમાં આયોજિત કરવાનો નિર્ણય લીધો છે.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે નિર્ણય
મુંબઈ શહેરની મેચો માટે મંજૂરી લેવામાં આવશે કેમકે મહારાષ્ટ્રમાં છેલ્લા અમુક દિવસોથી કોવિડ-19નાં કેસમાં વધારો જોવા મળ્યો છે. ચેન્નાઈ અને કોલેકાતામાં મેચોનું વિતરણ આગામી સપ્તાહોમાં થનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
IPL/ANI Photo
યુએઈમાં બાયો બબલમાં આયોજિત કરવામાં આવી હતી
આઈપીએલની ગત 2020ની સિઝન યુએઈમાં બાયો બબલમાં આયોજિત કરવામાં આવી હતી. જેને મુંબઈ ઈન્ડિયન્સે જીતી હતી, ભારતીય ટીમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ્સમાં પહોંચી હોવાને લીધે આ વર્ષે ભારતમાં જૂનમાં થનાર એશિયા કપને પણ રદ કરી દેવામાં આવ્યો છે.