બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 02:55 PM, 12 April 2024
વિરાટ કોહલી ક્રિકેટના વીડિયો સોશિયલ મીડિયા પર મોટાભાગે વાયરલ થતા રહે છે. આઉટ થયા બાદની નિરાશા હોય કે વિકેટ મળવાની ખુશી હોય. વિરાટના એક્સપ્રેશનના વીડિયો મોટાભાગે વાયરલ થતા રહે છે.
ADVERTISEMENT
ગુરૂવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર મુંબઈ ઈન્ડિયન સાથે હતી. આ મેચમાં વિરાટ કોહલી સ્ટેડિયમમાં હાજર દર્શકોની સાથે ખૂબ જ ઈન્ટરેક્શન કરતા જોવા મળ્યા.
Okay, so before I started capturing our stand was chanting ‘Kohli ko bowling do’, & look at Virat’s funny gestures, such a sweetie!
— Shrutika Gaekwad (@Shrustappen33) April 11, 2024
The chants were so loud for this guy, he’s loved across ❤️ pic.twitter.com/83AQmANNbk
ADVERTISEMENT
વિરાટ કોહલીએ પકડ્યા કાન
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ વખતે વિરાટ કોહલી લોન્ગ ઓફ પર ફિલ્ડિંગ માટે આવી રહ્યા હતા. ત્યારે જ દર્શક ત્યાં કોહલીને બોલિંગ આપવાની માંગ કરી રહ્યા હતા. બધા કોહલીને બોલિંગ આપોના નારા લગાવી રહ્યા હતા. એવામાં કોહલીએ રિએક્શન આપતા પોતાના કાન પકડ્યા અને હાથ હલાવીને ઈનકાર કરવાનો ઈશારો કર્યો. ત્યાર બાદ તેમણે હાથ હલાવીને દર્શકોનું અભિવાદન પણ સ્વીકાર કર્યું.
વધુ વાંચો: VIDEO: 'એક જ દિલ કેટલી વાર જીતશે કોહલી', હાર્દિકની હુટિંગ જોઈ ન શક્યો વિરાટ, કર્યું આવું
વર્લ્ડ કપમાં લીધી હતી વિકેટ
વિરાટ કોહલીએ 2023 વર્લ્ડ કપ વખતે બોલિંગ કરી હતી. ત્યારે તેમણે એક મેચમાં વિકેટ પણ લીધી હતી. વર્લ્ડ કપ ફાઈનલ વખતે પણ ઘણી વખત વિરાટ કોહલીને બોલિંગ આપવાની ફેંસે માંગ કરી હતી. વિરાટ કોહલી કરિયરની શરૂઆતમાં બોલિંગ કરતા હતા. આઈપીએલમાં વિરાટે 40 ઓવરથી પણ વધારે વખત બોલિંગ કરી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.