ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2024 kl rahul fit to play ipl for lucknow super giants gets all clear from nca
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટર KL રાહુલના ફેંસ માટે એક સારી ખબર છે. લખનૌઉ સુપર જાયન્ટ્સના કેપ્ટનને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીથી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની મંજૂરી મળી ગઈ છે. ફિટ હોવા છતાં પણ તે ટીમ માટે વિકેટકીપરની જવાદારી નહીં નિભાવી શકે. તેમને શરૂઆતમાં જ વધારે વર્કલોડ ન લેવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાહુલ ઈંગ્લેન્ડના સામે હૈદરાબાદમાં રમાયેલ પહેલી ટેસ્ટ મેચ વખતે ફરીથી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમની ત્રીજી મેચ માટે ટીમ સાથે જોડાવવાની સંભાવના હતી પરંતુ મસલ્સમાં દુખાવાના કારણે તે બાકી મેચોમાં પણ નહીં રમી શકે. રાહુલે એનસીએમાં બેટિંગ, વિકેટકીપિંગ સાથે જોડાયેલી ડ્રિલ અને આઉટફીલ્ડમાં પ્રેક્ટીસ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો છે.
બીસીસીઆઈના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, "એનસીએ રાહુલને રમવાની મંજૂરી આપી દીધી છે. તે ગુરૂવારે લખનૌઉમાં ટીમ સાથે જોડાઈ જશે. લખનૌઉની ટીમ પોતાની પહેલી મેચ 24 માર્ચે રાજસ્થાન રોયલ્સના સામે જયપુરમાં રમશે. તેમને શરૂમાં વિકેટકીપિંગ ન કરવાની સલાહ આપવામાં આવી છે તે શરૂઆતની મેચોમાં ફક્ત બેટિંગ કરશે."
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: IPL શરૂ થાય એ પહેલા જ ગુજરાત ટાયટન્સનો આ બોલર ફૂલ ફોર્મમાં, મચાવી આયર્લેન્ડની મેચમાં ધમાલ
લખનૌઉ તેમના વિકેટકીપિંગ ન કરવાને લઈને પરેશાન છે. કારણકે તેમની પાસે દક્ષિણ આફ્રીકાના ક્વિંટન ડિકાક અને વેસ્ટઈન્ડિઝના નિકોલસ પુરણના રૂપમાં બે સારા વિકેટકીપર છે. પુરણ આ વર્ષે ટીમમાં ઉપ કેપ્ટનની ભૂમિકા પણ નિભાવશે. જોકે રાહુલનું વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં રમવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેના દમ પર તે અમેરિકા અને વેસ્ટઈન્ડિઝમાં જૂનમાં થવા જઈ રહેલા ટી20 વિશ્વ કપ માટે પોતાની દાવેદારી રજૂ કરી શકે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો