બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023: MS Dhoni played in extreme pain against Rajasthan Royals, video surfaced

IPL 2023 / મેદાન પર અડગ ઊભા રહેનાર ધોનીની ઈજાના કારણે જુઓ કેવી થઈ હતી હાલત, લોકોએ કહ્યું માહી છે 'રિયલ વોરિયર'

Megha

Last Updated: 11:05 AM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈ સુપર કિંગ્સે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં મેચ બાદ ધોની લંગડાતા ડ્રેસિંગ રૂમ તરફ જતો જોવા મળી રહ્યો છે.

  • મેચમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો
  • ધોનીએ પોતાની શાનદાર ઇનિંગ્સથી ફરી એકવાર પ્રશંસકોનું દિલ જીતી લીધું
  • ધોની રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી ઇનિંગ્સ દરમિયાન ઇજાગ્રસ્ત હતો

IPL 2023માં 17મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે રમાઈ હતી અને આ રોમાંચક મેચમાં રાજસ્થાનનો 3 રને વિજય થયો હતો. જણાવી દઈએ કે રનનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો એ છતાં પણ ધોની પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. જો કે એ મેચમાં ધોનીએ પોતાની શાનદાર ઇનિંગ્સથી ફરી એકવાર પ્રશંસકોનું દિલ જીતી લીધું હતું. 

હાલ હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ધોની રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી ઇનિંગ્સ દરમિયાન ઇજાગ્રસ્ત હતો એ દર્શાવી રહ્યો છે અને હાલ એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં ધોની ડ્રેસિંગ રૂમ તરફ જતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો પોસ્ટ કરતાં ચેન્નાઈએ ટ્વીટ કરીને લખ્યું, “એક યોદ્ધા. એક અનુભવી. એક ચેમ્પિયન - ધ વન એન્ડ ઓન્લી! ધોનીનો આ વિડિયો જોયા તેના ફેન્સ ખૂબ જ નિરાશ દેખાયા હતા કારણ કે ધોની ઘૂંટણમાં દુખાવો હોવા છતાં એ ટીમ માટે રમ્યો અને તેને જીતની નજીક પંહોચાડી હતી. 

નોંધનીય છે કે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં એમએસ ધોનીએ રનનો પીછો કરતા 17 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સ સામેલ હતી. એ મેચમાં ચેન્નાઈને છેલ્લી ઓવરમાં જીતવા માટે 21 રનની જરૂર હતી.છેલ્લા બોલ પર 5 રનની જરૂર હતી અને મહેન્દ્ર સિંહ ધોની સ્ટ્રાઈક પર હતો. સંદીપે ધોનીને સચોટ યોર્કર નાખ્યું, જેના પર ચેન્નાઈનો કેપ્ટન માત્ર એક રન લઈ શક્યો હતો. 

ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગએ જણાવ્યું કે બંને ઘૂંટણની ઈજાથી પીડિત છે. 'ધોની ઘૂંટણની ઈજાથી પરેશાન છે અને તમે તેમને જોઈને પણ આ અનુભવી શકો છો. ધોનીની ફિટનેસ હંમેશા શાનદાર રહી છે અને તે ખૂબ જ પ્રોફેશનલ પણ છે. એવામાં હાલ અમે તેમની ઈજા પર નજર રાખી રહ્યા છીએ. તે એક શાનદાર ખેલાડી છે.' જો કે કોચે ધોનીની ઈજા વિશે વધુ જણાવ્યું નથી સાથે જ એવું પણ જણાવ્યું નથી કે તે આગામી મેચમાં રમશે કે નહીં પણ અચાનક ધોનીના ઘૂટણની ઇજા વિશે વાત કરીને હવે આ વાત ચાહકોના મનમાં ઘર કરી ગઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ