બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 KKR vs RR yashasvi jaiswal not complete his century because of sanju samson

IPL 2023 / સેલ્ફીશ સંજૂ! માત્ર 2 રનથી સેન્ચુરી ચૂક્યો યશસ્વી, સોશ્યલ મીડિયામાં લોકોએ સેમસનને કેમ ગણાવ્યો જવાબદાર!

Arohi

Last Updated: 11:08 AM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 KKR vs RR: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 56મી મેચમાં યશસ્વી જાયસવાલ અને સંજૂ સેમસનની શાનદાર બેટિંગથી રાજસ્થાન રોયલ્સે કોલકતા નાઈટ રાઈડર્સને 9 વિકેટથી હરાવી દીધુ છે. આ મેચમાં જાયસવાલે 98 રનોની ઈનિંગ રમી અને તે ફક્ત બે રનોથી પોતાની સેન્ચુરી ચુકી ગયા.

  • યશસ્વી જાયસવાલ અને સંજૂ સેમસનની શાનદાર બેટિંગ
  • રાજસ્થાન રોયલ્સે કોલકતા નાઈટ રાઈડર્સને 9 વિકેટથી હરાવી
  • જાયસવાલે 98 રનોની ઈનિંગ રમી

IPLની 16મી સીઝનમાં રાજસ્થાન રોયલ્સના ઓપનર બેટ્સમેન યશસ્વી જાયસવાલ પોતાની શાનદાર બેટિંગથી છવાઈ ગયા. યશસ્વીએ કોલકતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ ફક્ત 13 બોલમાં ફિફ્ટી રન મારીને સનસની મચાવી દીધી. 

આઈપીએલના ઈતિહાસમાં યશસ્વી સૌથી ફાસ્ટ હાફ સેન્ચુરી મારનાર બોટ્સમેન બની ગયો. ફિફ્ટી માર્યા બાદ પણ યશસ્વી ન રોકાયા. જોકે  તે પોતાની સેન્ચુરી પુરી કરવાથી ફક્ત ર રનથી ચુકી ગયા. યશસ્વીએ રાજસ્થાન માટે 47 બોલમાં અણનમ 98 રનોની ઈનિંગ રમી. પોતાની આ ઈનિંગમાં તેમણે 13 ચોગ્ગા અને 5 છગ્ગા પણ લગાવ્યા. 

સંજૂએ લગાવી શાનદાર સિક્સ 
જોકે આ સમય પર યશસ્વીની પાસે તક હતી કે તે પોતાની સેન્ચુરી પુરૂ કરી લે પરંતુ આ વચ્ચે રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસન પણ સંપૂર્ણ જોશમાં હતા. યશસ્વી જ્યારે 88 રનના સ્કોર પર હતા અને રાજસ્થાનને જીત માટે 18 રનની જરૂર હતા પરંતુ આ વચ્ચે સંજૂએ 11.3 ઓવરમાં વરૂણ ચક્રવર્તીના બોલ પર એક સિક્સ લગાવી દીધી. આ કારણે ઓવરની સમાપ્તિ સુધી રાજસ્થાનની જીત માટે ફક્ત 10 રન ઓછા પડ્યા. 

ત્યાં જ 11મી ઓવરની સમાપ્તિ સુધી યશસ્વી 89 રનના સ્કોર પર પહોંચી ચુક્યા હતા. જોરે ત્યાર બાદ સંજૂ સેમસને જરૂર પ્રયત્ન કર્યો હતો કે યશસ્વી જયસવાલની સેન્ચુરી પુરી થઈ જાય પરંતુ આખરે તે ફક્ત 2 રનથી ચુકી ગયા. રાજસ્થાન માટે સંજૂ સેમસનને 29 બોલમાં 48 રનની ઈનિંગ રમી જેમાં તેમણે 2 ચોગ્ગા અને 5 છગ્ગા પણ માર્યા. 

રાજસ્થાને જીતી લીધી મેચ 
કેકેઆરના વિરૂદ્ધ આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. ટીમ માટે યુજવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ કરતા નિર્ધારિત 4 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ પોતાના નામે કહી. 

તે ઉપરાંત ટ્રેન્ટ વોલ્ટે પણ બે વિકેટ પોતાના નામે કરી. દમદાર બોલિંગના કારણે જ કેકેઆરની ટીમ 149 રન જ બનાવી શકી. રાજસ્થાનને 150 રનોનું લક્ષ્ય મળ્યું જેના યશસ્વી જાયસવાલ અને કેપ્ટન સંજૂ સેમસને 41 બોલ રહેતા જ તેને મેળવ્યા. રાજસ્થાનની એક માત્ર વિકેટ જોસ બટલરના રૂપમાં પડી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ