ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2022 10 teams BCCI AGM Ahmedabad

મંજુરી / 2022માં થનારી IPLમાં 10 ટીમો લેશે ભાગ, BCCIએ અમદાવાદમાં મળેલી બેઠકમાં લીધો નિર્ણય

Published By: Hiren

Last Updated: 05:03 PM, 24 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની વાર્ષિક સામાન્ય સભા બેઠક(AGM)માં ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં 10 ટીમોની ભાગીદારીને મંજુરી મળી ગઇ છે. જેમાં નવી 2 ટીમ જોડાશે તેમાં એક ગુજરાતની પણ હશે.

ADVERTISEMENT

  • IPL 2022માં રમશે 10 ટીમો
  • ગુજરાતની પણ 1 ટીમ લેશે ભાગ
  • રાજીવ શુક્લા બોર્ડના નવા ઉપાધ્યક્ષ બન્યા

BCCI AGMની અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે IPLમાં 2 ટીમ જોડાશે. છેલ્લા કેટલાક દિવસોથી આના પર અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો પરંતુ આજે BCCIની વાર્ષિક બેઠકમાં આના પર મહોર લગાવી દેવામાં આવી છે. પરંતુ 2 નવી ટીમો 2021માં નહીં પરંતુ 2022માં થનારી IPLનો ભાગ હશે. આ સાથે જ બેઠકમાં અન્ય એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કારણે તમામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોને વળતર આપવામાં આવશે. આ વળતર પુરૂષ અને મહિલા બન્ને વર્ગોને આપવામાં આવશે.

IPLમાં 2022થી હશે 10 ટીમો

જોકે, IPL 2022માં 10 ટીમો ભાગ લેશે. આગામી સીઝન(2021)ની જગ્યાએ 2022થી લાગૂ કરવામાં આવશે. ગુરૂવારે અમદાવાદમાં યોજાયેલી આ બેઠકમાં નવા IPL ફ્રેંચાઇજીને સામેલ કરવાનો મુદ્દે સૌથી મહત્વનો રહ્યો. 10 ટીમોની IPLમાં 94 મેચોનુ આયોજન થશે જેના માટે લગભગ અઢી મહિનાની જરૂર પડશે, આનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનુ કેલેન્ડર બગડી શકે છે.

અમદાવાદની હોઈ શકે છે નવી ટીમ

IPLમાં હવે જે 2 નવી ટીમો ઉમેરાવાની છે તેમાં એક ગુજરાતની હશે. મહત્વનું છે કે આ ટીમ અમદાવાદની હોઈ શકે છે જેને અદાણી ગ્રુપે ફ્રેન્ચાઈઝી માટે રસ દાખવ્યો છે. આ ઉપરાંત અન્ય એક ટીમ માટે ગોએન્કા ગ્રુપે પણ રસ દર્શાવ્યો છે. ગુજરાતની ટીમ નવનિર્મિત મોટેરા સ્ટેડિયમને પોતાનું હોમગ્રાઉન્ડ બનાવશે.

રાજીવ શુક્લા બોર્ડના નવા ઉપાધ્યક્ષ બન્યા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજીવ શુક્લા BCCIના નવા ઉપાધ્યક્ષ બન્યા છે. મહિમ વર્માએ રાજીનામું આપ્યું એ પછી આ પદ ખાલી હતું. BCCIના નવા ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાની પસંદગી પણ આ બેઠકમાં ઔપચારિક જાહેરાત કરવામાં આવી, જે સર્વસમ્મતિથી પસંદ કરાયા છે. પૂર્વ રાજ્યસભા સાંસદ શુક્લ આ પહેલા એન શ્રીનિવાસનના અધ્યક્ષ રહેતા ઉપાધ્યક્ષ પદ પર હતા અને IPL સંચાલન પરિષદના લોકપ્રિય ચેરમેન હતા. 2017માં ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે. વાઈસ પ્રેસિડેન્ટ બનવાથી BCCI પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીને પણ એક અનુભવીનો સાથ મળ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

AGM BCCI IPL 2022 અમદાવાદ આઇપીએલ ક્રિકેટ IPL 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ