બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2021 game between KKR and RCB set to be postponed

ક્રિકેટ / કોલકતાના 2 ખેલાડીઓને કોરોના થતાં આજની બૅંગ્લોર સામે મૅચ થઈ કેન્સલ, જાણો કોણ થયું પોઝિટિવ

Published By: Noor

Last Updated: 12:46 PM, 3 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 14મી સીઝનમાં આજે કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વચ્ચેની મેચ રમાવાની હતી, જે કેન્સલ થઈ ગઈ છે.

  • કોલકતાના 2 ખેલાડીઓને થયો કોરોના
  • આજની બૅંગ્લોર સામે મૅચ થઈ કેન્સલ
  • આ ખેલાડીઓ થયા કોરોના સંક્રમિત

મળતી માહિતી મુજબ આ મેચ કેન્સલ કરી દેવાઈ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. એવું માનવામાં આવે છે કે કેકેઆરના કેમ્પમાં કોવિડ -19ને લગતી સમસ્યાઓના કારણે આ મેચ મોકૂફ કરવામાં આવી છે. જ્યારે ક્રિકઇન્ફોના સમાચાર મુજબ આ મેચને રિશેડ્યૂલ કરી દેવામાં આવી છે. એએનઆઈના સમાચાર મુજબ, કેકેઆરના વરુણ ચક્રવર્તી અને સંદીપ વૉરિયર કોરોના સંક્રમિત થયા છે. 

આઇપીએલનું આયોજન બાયો સિક્યોર એન્વાયર્નમેન્ટમાં કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં આઈપીએલની 29 મેચ રમાઈ ચૂકી છે અને કોઈપણ મેચના આયોજનમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ આવ્યો નથી. બીસીસીઆઈ અથવા આઈપીએલ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું. જો સમાચારોની માનીએ તો આજે બપોર સુધીમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને આ મેચ કઈ તારીખે રમાશે એ પણ જણાવવામાં આવશે. આરસીબીએ સાત મેચ રમી છે અને પાંચ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ કેકેઆરના ખાતામાં સાત મેચમાંથી ફક્ત બે જીત છે અને આ ટીમ પોઇન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2021 KKR and RCB Postponed Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ