બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજથી 'સેવન્થ ડે સ્કૂલ'માં ઓનલાઈન ક્લાસ શરૂ, DEOની નોટિસને પણ ઘોળી પી ગયા?

અમદાવાદ / આજથી 'સેવન્થ ડે સ્કૂલ'માં ઓનલાઈન ક્લાસ શરૂ, DEOની નોટિસને પણ ઘોળી પી ગયા?

Vishal Dave

Last Updated: 09:30 AM, 25 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી શાળામાં ઓનલાઇન વર્ગો શરૂ કરાયા છે.. બીજી તરફ આ બનાવને લઈને રાજ્ય સરકારએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્કૂલની શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે અધિકારીઓને નિયુક્ત કરવા અંગે વિચારણા શરૂ કરાઇ છે.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યા બાદ શાળા પર ગંભીર પ્રશ્નો ઊભા થઈ ગયા છે. આજથી શાળામાં ઓનલાઇન વર્ગો શરૂ કરાયા છે.. બીજી તરફ આ બનાવને લઈને રાજ્ય સરકાર દ્વારા સ્કૂલની શૈક્ષણિક અને વહીવટી કામગીરી માટે અધિકારીઓને નિયુક્ત કરવા અંગે વિચારણા શરૂ કરાઇ છે.

આ સિવાય, મણીનગર અને ખોખરાની વિસ્તારની સ્કૂલોમાં પ્રવેશ પદ્ધતિ પર વિમર્શ અને વાલીઓના આરોપોને પગલે તપાસનો આગ્રહ કરવામાં આવ્યો છે.વર્તમાન સ્થિતિને જોતા શાળાએ આજથી ઓનલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. મણીનગર-ખોખરાની સ્કૂલોમાં પ્રવેશ મટે વાલીઓની ઈન્કવાયરી પણ શરૂ થઈ ગઇ છે.

મહત્વનું છે કે નિયમોનો ઓળીયો ઘોળીયો કરીને પી ગઇ હોય તેમ શાળા મનસ્વી વર્તન કરી રહી છે અને સમગ્ર તંત્ર તેની સામે નતમસ્તક હોય તેમ જણાઇ રહ્યું છે.. સિંધી સમાજે સ્કૂલ બંધ કરવાની માગ કરી છે. સ્કૂલની માન્યતા કેમ રદ ન કરવા અંગે DEOએ સ્કૂલ પાસે ૩ દિવસમાં ખુલાસો માંગ્યો છે.

આ પણ વાંચોઃ સુરતમાં શ્રમજીવી મહિલાની સાડી લિફ્ટમાં ફસાઇ જતા નિપજ્યું મોત

આ તરફ સેવન્થ ડે સ્કૂલમાં હવે સ્કૂલના જ પૂર્વ શિક્ષક મીડિયા સમક્ષ આવ્યા અને શાળા અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે,સ્કૂલમાં બાળકોને બાઇબલનો અભ્યાસ કરવામાં આવતો હતો. તેમણે એમ પણ કહ્યું કે સ્કૂલ સંચાલકોએ નિયમ વિરુદ્ધ જઇ સાત થી આઠ શિક્ષકોના ભરતી કરી હતી. ડીઇઓની મનાઇ હોવા છતાં ભરતી કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર મામલો મેં ડીઈઓને જણાવ્યો હતો અને ડીઇઓ દ્વારા સ્કૂલને ભરતી મુદે પેનલ્ટી પણ કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Classes Seventh-Day School Student Murder Issue
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ