ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / ઇન્ટરનેટ યુઝર્સ સાવધાન! Cookies એકસેપ્ટ કરતા ધ્યાન રાખજો, નહીંતર થઈ જશે મોટું નુકસાન

photo-story

7 ફોટો ગેલેરી

ટેક / ઇન્ટરનેટ યુઝર્સ સાવધાન! Cookies એકસેપ્ટ કરતા ધ્યાન રાખજો, નહીંતર થઈ જશે મોટું નુકસાન

Last Updated: 11:59 AM, 30 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે cookies નું પોપ અપ તમને પણ કોઈ વખત જોવા મળ્યું હશે. પરંતુ અમુક લોકોને તેનો પ્રોપર મતલબ ખબર નથી હોતો એટલે આ પોપ અપ સાથે શું કરવું તેની જાણ નથી હોતી. જેથી આજે તે વિશે સમજવાનો પ્રયાસ કરીશું.

1/7

photoStories-logo

1. કૂકીઝ

આપણે બધા હવે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. આ દરમિયાન ઘણીવાર પોપ-અપ્સ મળતું હોય છે. જેમાં કહેવાયું હોય છે કે, "accept all cookies" અથવા "reject all cookies". અનેક લોકો તેને વિચાર્યા વગર એક્સેપ્ટ કરી લે છે. પરંતુ શું તમે જાણો છો કે કૂકીઝ શું છે અને તેને એક્સેપ્ટ કે રીજેક્ટ કરવાથી શું થાય છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કોને કહેવાય કૂકીઝ?

કૂકીઝ નાની નાની ફાઇલો હોય છે જે કોઈ વેબસાઇટને તમારી ડીવાઈસમાં સેવ કરે છે. તેનું કાર્ય એ યાદ રાખવાનું હોય છે કે તમે તે વેબસાઇટ પર શું કરી રહ્યા હતા. મતલબ કે, જો તમે તમારા શોપિંગ કાર્ટમાં કોઈ પ્રોડક્ટ એડ કર્યું હોય કે ભાષા ચેન્જ કરી હોય તો આગલી વખતે જ્યારે તમે તે સાઇટની મુલાકાત લો ત્યારે કૂકીઝ તમારી પસંદગીઓને યાદ રાખીને તમારા અનુભવને સરળ બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. અમુક Cookies જરૂરી

Cookies અલગ અલગ પ્રકારની હોય છે. કેટલીક જરૂરી હોય છે જે વેબસાઇટને ચાલવા લાયક બનાવે છે. જેમાં કેટલીક ભાષા અને લોકેશન જેવા સેટિંગ્સ યાદ રાખે છે. કેટલીક તમારા વ્યવહારનો ડેટા ભેગો કરે છે અને કેટલીક તમને જાહેરાતો બતાવવા માટે હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સ્વીકારવી જોઈએ કે નકારવી?

સવાલ એ થતો હોય છે કે, Cookies સ્વીકારવી જોઈએ કે નકારવી જોઈએ? જો તમે બધી Cookies સ્વીકારો છો તો તમારો વેબસાઇટ અનુભવ સરળ બનશે અને વારંવાર સેટિંગ્સ બદલવાની જરૂર નહીં પડે. પરંતુ નુકસાન એ પણ છે કે કંપનીઓ તમારી ઑનલાઇન ગતિવિધિને ટ્રેક કરી શકે છે અને તમારી દરેક હિલચાલને ટ્રેક કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. જો નકારી તો...?

જો તમે બધી Cookies નકારી કાઢો છો તો તમારી પ્રાઈવેસી સુરક્ષિત રહેશે પરંતુ વેબસાઇટનો ઉપયોગ કરવો થોડો મુશ્કેલ બની શકે છે કારણ કે તે તમારી પસંદગીઓ અથવા ભૂતકાળની એક્ટીવીટીને યાદ નહી રાખી શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. બેલેન્સ બનાવવુ જરૂરી

વર્ષ 2018 થી યુરોપમાં લાગૂ કરાયેલા નિયમોને કારણે આ પોપ-અપ્સ હવે લગભગ દરેક વેબસાઇટ પર જોવા મળે છે. છે. ઘણીવાર, લોકો વારંવાર આવતા પોપ-અપ્સને "accept all cookies"પર ક્લિક કરે છે. પરંતુ બેલેન્સ બનાવવુ સમજદારી છે. જરૂરી કૂકીઝ સ્વીકારવી ફરજિયાત છે કારણ કે વેબસાઇટ તેના વગર કામ નહીં કરે પરંતુ તમે ઈચ્છો તો બીજી cookies નકારી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. આ કામ જરૂરથી કરો

મહિનામાં એકવાર તમારૂ cookies સેટિંગ્સ ચેક કરવું અને તેને સાફ કરવું જરૂરી છે. જો તમે જાહેરાતો અને ટ્રેકિંગને ટાળવા માંગતા હોવ તો એડ બ્લોકર જેવા ટૂલનો ઉપયોગ કરી શકો છો. આમ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pop Up Cookies Internet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ