બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / મલાઈકા અરોરાથી લઇને અનુપમ ખેર, નેતાઓ સાથે બોલિવુડના કલાકારોએ પણ દેખાડી યોગ ફિટનેસ

મનોરંજન / મલાઈકા અરોરાથી લઇને અનુપમ ખેર, નેતાઓ સાથે બોલિવુડના કલાકારોએ પણ દેખાડી યોગ ફિટનેસ

Last Updated: 11:11 AM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

21મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ શ્રીનગરમાં સામૂહિક યોગ કર્યા. બોલિવૂડ સેલેબ્સ પણ યોગ કરતા જોવા મળ્યા હતા.

આજે વિશ્વભરમાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેશમાં વિવિધ જગ્યાઓ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની વિશેષ થીમ 'સ્વ અને સમાજ માટે યોગ' રાખવામાં આવી છે. મતલબ કે તમારી જાતને સ્વસ્થ રાખો અને સ્વસ્થ સમાજના નિર્માણ તરફ આગળ વધો. પીએમ મોદીએ શ્રીનગરમાં સામૂહિક યોગ કર્યા. બોલિવૂડ સેલેબ્સ પણ યોગ કરતા જોવા મળ્યા હતા.

જેકી શ્રોફ પોતાની ફિટનેસ માટે પ્રખ્યાત છે. મુંબઈમાં મરીન ડ્રાઈવ પર યોગ કરતા તેનો એક વીડિયો સામે આવ્યો છે.

69 વર્ષના અનુપમ ખેરે યોગા કરતો પોતાનો વીડિયો શેર કર્યો છે. તેણે ફિટનેસને લઈને ઘણા લોકોને પ્રેરણા આપી છે. કેપ્શનમાં લખ્યું, યોગ સ્વયંની, સ્વયંના માધ્યમથી, સ્વયં સુધીની યાત્રા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દરેકને શુભકામનાઓ અને અભિનંદન. મારા બધા યોગ ગુરુઓને મારા વંદન.

મોડલ અને પોતાની ફિટનેસ માટે પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોરાએ પણ પોતાના સોશિયલ મીડિયા પર યોગા કરતો વીડિયો શેર કર્યો છે.

અભિનેત્રી રકુલ પ્રીત સિંહે તેના પતિ જેકી ભગનાની સાથે યોગા કરતી તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. સાથે જ ચાહકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ આપી છે.

વધુ વાંચો: સમુદ્રથી લઇને 15,000 ફૂટની ઊંચાઇ સુધી, રેગિસ્તાનથી લઇને બર્ફીલા માહોલ સુધી, જુઓ યોગ દિવસની ઉજવણીના અદભુત PHOTOS

ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ યોગાભ્યાસના પહેલા દિવસનો વીડિયો શેર કર્યો છે. તેમણે કહ્યું- પોતાની જાત સાથે જોડાવાનો પ્રયાસ કરો, લિમિટલેસ રહો.

સંકળાયેલા મુદ્દાઓ

International Yoga Day 2024 Entertainment Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ