બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Interim order of Gujarat High Court on the issue of transfer of teachers

BIG NEWS / શિક્ષકોની બદલીનો વિવાદઃ રાજ્યમાં શિક્ષકોને વચગાળાની રાહત સમાન હાઈકોર્ટનો હુકમ

Published By: Vishnu

Last Updated: 06:46 PM, 26 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરજદાર શિક્ષકોને બદલી કેમ્પમાં ભાગ લેવા દેવામાં આવે, HCમાં અરજી પેન્ડિંગ હોવાથી અરજદારોને પોસ્ટિંગ ન આપવા કોર્ટનો હુકમ

  • રાજ્યમાં શિક્ષકોની બદલીના વિવાદ મુદ્દે HCનો હુકમ
  • શિક્ષકોને વચગાળાની રાહત સમાન હાઇકોર્ટનો હુકમ
  • અરજદાર શિક્ષકોને બદલી કેમ્પમાં ભાગ લેવા દેવામાં આવે
  • જૂની સિનિયોરિટી પ્રમાણે તેમના કેસને ગણવામાં આવે

રાજ્યમાં શિક્ષકોની બદલીના વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે શિક્ષકોને વચગાળાની રાહત સમાન નિર્ણય કર્યો છે. શિક્ષકોની સિનિયોરિટીને વિપરીત અસર થતી હોવાની અરજદારની રજૂઆતને ધ્યાને લઈ શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ હાલ ચાલી રહેલા બદલી કેમ્પમાં જૂની સિનિયોરિટી પ્રમાણે તેમના કેસને ગણવામાં આવે આવે, તેમજ અરજદાર શિક્ષકોને બદલી કેમ્પમાં ભાગ લેવા દેવામાં આવે અને જ્યા સુધી HCમાં અરજી પેન્ડિંગ છે ત્યાં સુધી  અરજદારોને પોસ્ટિંગ ન આપવા કોર્ટએ હુકમ કર્યો છે. આપને જણાવી દઈએ કે સરકારે વર્ષ 2020માં બહાર પાડેલા પરિપત્રને HCમાં પડકારાયો હતો, જેમાં વર્ષ 2012ના સરકારના પરિપત્રને યથાવત રાખવા માંગ કરાઇ છે.

શું છે સમગ્ર મામલો?
અરજદારોની માંગણી પ્રમાણે જ્યારે 2012માં ગુજરાત સરકારની પોલિસી આવી તે મુજબ જે પણ વિકલ્પો શિક્ષકોએ પસંદ કર્યા હતા. તે લોકોની સિનિયોરિટી શાળા જોડ્યા તારીખથી ગણવામાં આવતી હતી. પરંતુ હમણાં બદલી પહેલાની જે પોલિસી આવી તેમાં તેમણે જે તે સમયે વિકલ્પ સિલેકટ કર્યા તે તારીખથી સિનિયોરિટી ગણવામાં આવી છે. તેથી તે તમામ શિક્ષકો જેમના એપોઈન્ટમેન્ટ ઓર્ડર ઘણા જૂના હોય સેવા આપી હોય તમામ બાબતો સાઈડલાઈન કરી નાખવામાં આવી. તે સંજોગોમાં હવે જ્યારે 2012માં જે શિક્ષકોએ વિકલ્પો સિલેકટ કર્યા તે પ્રમાણે જ આગળ પણ તે પરિપત્ર મુજબ જ બદલી થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.

હાઈકોર્ટે શું આપ્યો આદેશ?
સમગ્ર મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આજે HCએ  વચગાળાનો આદેશ પારિત કર્યો છે કે તેમણે બદલી કેમ્પ માટે માન્ય ગણવામાં આવે પંરતુ કોઈ આખરી નિર્ણય નહીં કરવાનો નિર્દેશ આપ્યો છે. પોસ્ટિંગ ઓર્ડર હાલ નહીં આપવાનું સૂચન કર્યું છે. જે બાબતે હવે આગામી સુનાવણી 7 જૂનના રોજ હાથ ધરાશે.

શિક્ષકોની બદલીને લઈ ગુજરાત સરકારે કરી છે મોટી જાહેરાત
શિક્ષકોના બદલીના નિયમો મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ 17 ફેબ્રુઆરીના રોજ પ્રેસ કોન્ફન્સ કરી કહ્યું હતું કે 10 વર્ષ પહેલા વિદ્યાસહયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો બનેલા સમયની માંગ સાથે શિક્ષકોની માંગના અનુસંધાને રાજ્ય સરકારે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ શિક્ષણ વિભાગ દ્વારા પરસ્પર બદલી નિર્ણય કરાયો છે. 

શિક્ષકોની બદલીને લઇ નવા નિયમ બનાવ્યા

  • નવા નિયમ પ્રમાણે ખાલી 100 ટકા જગ્યા પર જિલ્લા ફેર બદલી થઇ શકશે
  • વતન શબ્દ દૂર કરવામાં આવે છે
  • 10 વર્ષ એક જ જગ્યાએ નોકરી કરવાની શરતે નિમણૂંક અપાયેલ છે તેવા શિક્ષકોને 5 વર્ષ પછી બદલી માટે અરજી કરી શકશે
  • 10 વર્ષના બોન્ડ કેસમાં સમય મર્યાદા 5 વર્ષ કરાઇ
  • વધ બદલીથી અન્ય શાળામાં ગયેલા શિક્ષકો મૂળ શાળામાં જગ્યા ખાલી પડે તો માગણી કરી શકશે
  • ગ્રાન્ટેડ શાળાઓમાં પણ પતિ-પત્નીનો લાભ અપાશે
  • બદલી બાબતે ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ સમિતિ બનાવમાં આવશે

સ શિક્ષકોની બદલી થતાં સરળતાથી છૂટા થઈ શકશે
સર્વ સંમતિવિદ્યાર્થી અને શિક્ષકનું હિત અને એડમિસ્ટ્રેટનું પણ હિત જળવાઇ તે માટે નિર્ણય લીધો હતો.અત્યાર સુધીમાં જે શિક્ષકોની બદલી થઇ 10 મહેકમ, છુટા કરવાના કારણે શૂન્ય શિક્ષક થઇ જતી હોય તેવા શિક્ષકોને છેલ્લે છુટા કરવા, પહેલાને છૂટા કરવાના પરંતુ નવા શિક્ષક આવ્યા બાદ છૂટા કરવા, 3થી 4 હજાર શિક્ષકોના ઓર્ડર થઇ ચૂક્યા છે, પરંતુ તેઓ છુટા થયા ન હતા, હવે છુટા થઇ જશે.

100 ટકા જગ્યા પર જિલ્લા બદલીનો લાભ અપાશે
પ્રા.શિક્ષકોની બદલીના નિયમો 2012માં બનેલા હતા. શિક્ષકોના વિશાળ હિતને ધ્યાને રાખીને નવા નિયમો રાખ્યા, 40 ટકા શિક્ષકોને જિલ્લા બદલીનો લાભ હતો, 100 ટકા જગ્યા પર જિલ્લા બદલીનો લાભ આપવામાં આવશે, જિલ્લા ફેર અસરપરસ અને સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા. તે હવે જોગવાઈ દૂર કરાઇ, વતન શબ્દ દૂર કર્યો. 10 વર્ષ શરત સાથે મૂકેલા તેવા શિક્ષકોને 5 વર્ષ પછી જિલ્લાફેરની બદલીની અરજી કરી શકશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી 2 લાખ જેટલા શિક્ષકો તેમની બદલી સરળતાથી કરાવી શકશે.જેનો ફાયદો 10 લાખ પરિવારોને ફાયદો થશે.હવે 100 ટકા શિક્ષકો વતનમાં પરિવાર સાથે જઇ શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

Interim order gujarat high court teachers transfer અરજી ગુજરાત હાઈકોર્ટ બદલી બદલી કેમ્પ વચગાળાનો હુકમ શિક્ષક સિનિયોરિટી teachers transfer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ