બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / intelligence agency alert for terrorist organisation sikh for justice parliament flag

ALERT / ગુપ્તચર એજન્સીનું અલર્ટ, આતંકી સંગઠન સિખ પર જસ્ટિસ દ્વારા આ કાંડનો ભય

Mayur

Last Updated: 09:35 PM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટેલિજન્સ એજન્સીએ એક અલર્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે પ્રતિબંધિત આતંકી સંગઠન સિખ ફોર જસ્ટિસને લઈને અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

  • ઇન્ટેલિજન્સ એજન્સીએ આપ્યું અલર્ટ
  • સંસદ પર ખલિસ્તાની ઝંડો ફરકાવવા અપીલ
  • ખેડૂતોને ભડકાવાનો પ્રયત્ન 

ઇન્ટેલિજન્સ એજન્સીનું અલર્ટ 

તાજેતરમાં જ ઇન્ટેલિજન્સ એજન્સીએ એક અલર્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે પ્રતિબંધિત આતંકી સંગઠન સિખ ફોર જસ્ટિસ દ્વારા સંસદ પર ઘેરો ઘાલીને ખલિસ્તાની ઝંડો ફરકાવવામાં આવી શકે છે. 

આતંકવાદી સંગઠનના આતંકી ગુરપવન્ત સિંહ પન્નુંએ યુટ્યુબ ચેનલ પર એક વિડીયો રીલીઝ કરીને તેમ લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં બેઠેલા ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓ 29 નવેમ્બરે સંસદના વિન્ટર સેશન દરમિયાન સંસદને ઘેરીને ઝંડો ફરકાવે. 

સંસદ પર ખલિસ્તાની ઝંડો ફરકાવવા પર ઈનામ 
પન્નુએ વિડીયોમાં એ પણ કહ્યું હતું કે સંસદ ભવન ખલિસ્તાની ઝંડો ફરકાવનાર વ્યક્તિને સવા લાખ અમેરિકી ડોલરનું ઈનામ આપવામાં આવશે. ઇન્ટેલિજન્સ વિભાગે દિલ્હી પોલીસ સહિત તમામ એજન્સીને અલર્ટ પર રહેવા માટે જણાવ્યું હતું.  સાથોસાથ સંસદ ભવનના આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવા માટેની વ્યવસ્થામાં વધારો કરવા માટે કહેવામાં આવ્યું હતું. 

અગાઉ ખેડૂતોને ભડકાવાની કોશિશ 
જો કે  અગાઉ પ્રતિબંધિત ખાલિસ્તાન ગ્રુપે વર્ષની શરૂઆતમાં પ્રદર્શનકારી ખેડૂતોને ભડકાવવાની મેલી મુરદથી એક એલાન કર્યું હતું. આ એલાનમાં જણાવવામાં આવ્યું હતું કે જે ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પરથી ખલિસ્તાની ઝંડા ફરકવશે તેને અઢી લાખ અમેરિકી ડોલર ઈનામ આપવામાં આવશે. આતંકી સંગઠન સિખ ફોર જસ્ટિસ દ્વારા ઘોષિત આતંકી ગુરપવન્ત સિંહ પન્નુંએ એક વિડીયો જાહેર કરીને તેમ ઝેર ઓકતા ઇનામની જાહેરાત કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ