બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'રાજનાથસિંહ ઘણા મજબૂત છે', નેવીની તાકાત વધતાં ચીન-પાકિસ્તાને ભારતના કર્યાં વખાણ

ભારતનો ડિફેન્સમાં ડંકો / 'રાજનાથસિંહ ઘણા મજબૂત છે', નેવીની તાકાત વધતાં ચીન-પાકિસ્તાને ભારતના કર્યાં વખાણ

Last Updated: 04:40 PM, 1 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડીયન નેવીમાં બીજી પરમાણુ સબમરિન સામેલ કરાતાં ચીન અને પાકિસ્તાની નિષ્ણાંતોએ ભારતના ખૂબ વખાણ કર્યાં છે.

દુનિયાભરમાં આતંકવાદ ફેલાવવામાં માહેર એવા પાકિસ્તાન જેવા પાડોશીઓથી ઘેરાયેલા અને અન્ય દેશોની જમીન પર કબજો જમાવી રહેલા ચીન કરતાં ભારતની તાકાત વધી છે. ઈન્ડીયન નેવીમાં બીજી પરમાણુ બેલાસિટ્ક મિસાઈલ INS અરિઘાતને સામેલ કરવામાં આવી છે જે પછી ચીન અને પાકિસ્તાને ભારતના મોકળા મને વખાણ કર્યાં છે. બન્ને દેશોના ડિફેન્સ એક્સપર્ટ્સે ભારતની વધતી જતી તાકાતનો સ્વીકાર કર્યો છે. ત્યાં સુધી કે એક પાકિસ્તાની નિષ્ણાંતે તો ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના પણ મોકળા મને વખાણ કરી દીધો હતો.

રાજનાથ સિંહ ખૂબ મજબૂત છે-પાકિસ્તાની એક્સપર્ટ

પાકિસ્તાની સંરક્ષણ નિષ્ણાત કમર ચીમાએ તેમની યુટ્યુબ ચેનલ પર INS અરિઘાત વિશે વાત કરતાં કહ્યું કે ભારત જમીન, હવા અને સમદ્ર એમ ચારે તરફથી એટેક કરવા સક્ષમ છે. ભારત નેવીમાં ઘણા પૈસા રોકવા જઈ રહ્યું છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અમેરિકામાં નેવલ સરફેસ વોર સેન્ટરની મુલાકાત લીધી હતી. કમર ચીમાએ ભારતની તાકાતનો સ્વીકાર કરતા કહ્યું કે, રક્ષા મંત્રી સબમરીનને સામેલ કરવાના કાર્યક્રમમાં આવ્યા હતા. જો કે, આ એક મોટી વાત હતી, જેમાં પીએમ પણ આવી શક્યા હોત, પરંતુ તેઓ ન આવ્યા. આનો અર્થ એ થયો કે ભારતના સંરક્ષણ પ્રધાન ખૂબ જ મજબૂત છે અને બીજો અર્થ એ છે કે સંદેશ આપવામાં આવ્યો છે કે વડા પ્રધાન ફક્ત પરમાણુ સબમરીન માટે નહીં આવે.

ચીનના નિષ્ણાતોએ શું કહ્યું

ચીની સરકારી માલિકીના મીડિયા એવા ગ્લોબલ ટાઈમ્સે તેના એક લેખમાં કહ્યું કે ભારતે બીજી ન્યુક્લિયર મિસાઈલ સબમરીનનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ગ્લોબલ ટાઈમ્સના રક્ષા પત્રકાર લિયુ ઝુઆનજુને કહ્યું કે વધુ પરમાણુ સક્ષમ બેલેસ્ટિક મિસાઈલ સબમરીનથી ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતા વધી છે, પરંતુ તેનો ઉપયોગ કરવાની જવાબદારી પણ હોવી જોઈએ. . નિષ્ણાતે કહ્યું કે જ્યાં સુધી પરમાણુ શસ્ત્રો અસ્તિત્વમાં છે ત્યાં સુધી તેનો ઉપયોગ શાંતિ અને સ્થિરતાના રક્ષણ માટે થવો જોઈએ, તાકાત બતાવવા અથવા પરમાણુ બ્લેકમેલનો ઉપયોગ કરવા માટે નહીં.

વધુ વાંચો : ચીન-પાક. માટે અરિ'ઘાત' ! નેવીને મળી બીજી પરમાણું સબમરિન, 750 કિમીના ટાર્ગેટનો ખાતમો

INS અરિઘાતની શું વિશેષતાઓ?

INS અરિઘાત અત્યાધુનિક શસ્ત્ર પ્રણાલીઓ અને સાધનોથી સજ્જ છે જેની લંબાઈ 112 મીટર, પહોળાઈ 11 મીટર અને તેનું વજન 6 હજાર ટન છે. સબમરીન ઘાતક K-15 મિસાઇલોથી સજ્જ છે જે 750 કિલોમીટર સુધીના ટાર્ગેટને ભેદી શકે છે. તેની વિશેષતા એ છે કે તે દુશ્મનને થાપ આપીને પકડાયા વગર એટેક કરી શકે છે. સબમરીન દોઢ હજાર ફૂટથી વધુ ઊંડાઈ સુધી પાણીમાં જઈ શકે છે. પરમાણુ રિએક્ટરને કારણે, આ સબમરીન પરંપરાગત સબમરીન કરતાં મહિનાઓ સુધી પાણીની અંદર રહી શકે છે. અરિઘાત પાસે 83 મેગાવોટના હળવા પાણીના રિએક્ટર છે જેમાંથી તેઓ સંચાલિત થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

INS Arighat INS Arighat news Rajnath Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ