ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / શિવાજીની મૂર્તિ મામલે ચઢ્યો રાજકીય પારો, 'જોડે મારો' પ્રદર્શનમાં ઉદ્ધવ ઠાકરે-શરદ પવાર

મહારાષ્ટ્રમાં બબાલ / શિવાજીની મૂર્તિ મામલે ચઢ્યો રાજકીય પારો, 'જોડે મારો' પ્રદર્શનમાં ઉદ્ધવ ઠાકરે-શરદ પવાર

Last Updated: 04:14 PM, 1 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા તૂટી જવાનો મામલો વેગ પકડી રહ્યો છે. મહારાષ્ટ્રમાં આજે 'જોડે મારો' વિરોધ પ્રદર્શન કરાયું હતું.

ADVERTISEMENT

વિધાનસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં એક નવો મામલો ઉછળ્યો છે. સિંધદૂર્ગમાં આવેલી શિવાજી મહારાજીની 35 ફૂટ ઊંચી પ્રતિમા તૂટી જવાનો મામલો જોરજોરથી ઉઠ્યો છે અને આ મામલે શિવસેના (યુબીટી) પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરની આગેવાનીમાં 'જોડે મારો' (ચંપ્પલ મારો) આંદોલન શરુ કરાયું છે.

પીએમ મોદીની માફી બાદ મામલો વધુ ગરમાયો

આ મામલે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ માફી માંગી છે. પીએમ મોદીની માફી બાદ મામલો શાંત થવાને બદલે વધુ ગરમાયો હતો. જ્યારે મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે SITની રચના કરી છે, ત્યારે મહા વિકાસ અઘાડી ગઠબંધને સરકારે સામે મોરચો ખોલ્યો છે. શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરે અને NCP (શરદ પવાર) ચીફ શરદ પવાર પણ હુતાત્મા ચોકથી શરૂ થનારી આ કૂચમાં ભાગ લીધો હતો. વિપક્ષે આ વિરોધને 'જોડે મારો' વિરોધ નામ આપ્યું છે. તેનો અર્થ છે 'ચપ્પલ વડે મારવું'. શિવસેના તરફથી કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના સ્વાભિમાનને જાગૃત કરવા તેઓ શિવાજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છે. શરદ પવારના જૂથ તરફથી કહેવામાં આવ્યું હતું કે ભ્રષ્ટ શિવ દેશદ્રોહીઓને બક્ષવામાં આવશે નહીં. કોંગ્રેસના મહારાષ્ટ્ર યુનિટે કહ્યું છે કે શિવ દેશદ્રોહીઓને પાઠ ભણાવવા માટે આ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

શું બોલ્યાં ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ એવું કહ્યું કે શું તમે પ્રધાનમંત્રીની માફીમાં અહંકાર જોયો? પીએમ શેના માટે માફી માગી રહ્યાં છે. આઠ મહિના તેમણે ઉદ્ધાટન કરેલી મૂર્તિ વિશે કે તેના ભ્રષ્ટાચાર વિશે. મૂર્તિ તૂટી પડવી મહારાષ્ટ્રના આત્માનું અપમાન છે.

વધુ વાંચો : VIDEO : બાટલો ચઢાવતી વખતે નર્સના પ્રાઈવેટ પાર્ટનો ટચ કર્યો, સાંભળી ન શકાય તેવું બોલ્યો

શું બન્યું હતું

મહારાષ્ટ્રના સિંધદુર્ગ કિલ્લામાં આવેલી શિવાજી મહારાજની 35 ફુટ ઊંચી પ્રતિમા ભારે વરસાદ અને પવનને કારણે તૂટી પડી હતી જેમાં મૂર્તિને ઘણું નુકશાન થયું હતું જે પછી મહારાષ્ટ્રમાં આ મામલો ચગ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

shivaji maharaj statue collapse Shivaji Statue Collapse
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ