બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : બાટલો ચઢાવતી વખતે નર્સના પ્રાઈવેટ પાર્ટનો ટચ કર્યો, સાંભળી ન શકાય તેવું બોલ્યો

હવે દર્દીને 'દર્દ' ઉપડ્યું / VIDEO : બાટલો ચઢાવતી વખતે નર્સના પ્રાઈવેટ પાર્ટનો ટચ કર્યો, સાંભળી ન શકાય તેવું બોલ્યો

Last Updated: 03:23 PM, 1 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં લેડી ડોક્ટરના રેપ-મર્ડરના જધન્ય હત્યાકાંડને પગલે ફરી એક નર્સ સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે.

પશ્ચિમ બંગાળના કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં લેડી ડોક્ટરના રેપ અને મર્ડરની ઘટનાથી સમગ્ર દેશ ખળભળી ઉઠ્યો છે. દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આરોપીઓ સામે કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે બીરભૂમ જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં ફરજ પરની નર્સની છેડતીનો મામલો સામે આવ્યો છે. અહીં દર્દીએ નર્સને બાટલો ચઢાવતી વખતે છેડતી કરી હતી. આરોપીને ખૂબ તાવ આવતાં તેને સ્ટ્રેચર પર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. નર્સે આરોપી વિશે પોલીસમાં ફરિયાદ કરી, ત્યારપછી કાર્યવાહી કરવામાં આવી.

ડ્રીપ ચઢાવતી વખતે નર્સની છેડતી કરી

નર્સે પોલીસને આપેલી ફરિયાદ મુજબ, જ્યારે તે દર્દીની સંભાળ લઈ રહી હતી ત્યારે દર્દીએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. નર્સે વધુમાં આરોપ લગાવ્યો હતો કે દર્દીએ માત્ર તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો ન હતો પરંતુ તેના પ્રત્યે વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. હોસ્પિટલ પ્રશાસને તરત જ પોલીસને બોલાવી, જે ઘટનાસ્થળે પહોંચી અને આરોપીની ધરપકડ કરી.

નર્સે કહી સંભળાવી આપવિતી

ઘટનાને યાદ કરતાં નર્સે કહ્યું, "નાઇટ શિફ્ટમાં એક પુરૂષ દર્દીને તાવની ફરિયાદ સાથે લાવવામાં આવ્યો હતો. ડૉક્ટરોની સલાહ મુજબ, જ્યારે તેણે ખરાબ વર્તન કર્યું ત્યારે હું તેને ડ્રિપ પર મૂકવાની તૈયારી કરી રહી હતી. તેણે મને સ્પર્શ કર્યો અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. સિક્યોરિટીના અભાવે અમે અહીં કામ કરવા માટે અસુરક્ષિત અનુભવીએ છીએ.

વધુ વાંચો : પીરિયડ્સની ડેટથી લઈને બ્રેસ્ટ સાઈઝ.. મહિલાઓમાં આ ફેરફાર ખતરનાક બીમારીના સંકેત

કોલકાતાની હોસ્પિટલમાં શું બન્યું હતું?

ઉલ્લેખનીય છે કે કોલકાતાની સરકારી આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરના રેપ અને મર્ડરના કંપાવનારા બનાવના થોડા અઠવાડિયા બાદ આ ઘટના બની હતી. આ ગુનામાં બીજા દિવસે મુખ્ય આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી હતી. તાલીમાર્થી ડૉક્ટરના કેસને હેન્ડલ કરવા બદલ કોલકાતા પોલીસ અને હોસ્પિટલ પ્રશાસનની ટીકા કરવામાં આવી હતી. આ કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

West Bengal Horror Bengal Nurse molestation Bengal Nurse Horror
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ