બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Ink stain will be removed from clothes in a flash, try these 5 things, clothes will shine

તમારા કામનું / કપડાંમાંથી શાહીનો ડાઘ એક ઝાટકે દૂર થઈ જશે, આ 5 વસ્તુને કરો ટ્રાય, કપડું ચમકી ઉઠશે

Vishal Dave

Last Updated: 10:45 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત કપડા પર, ખાસ કરીને તો બાળકોના કપડા પર શાહીના ડાઘા પડી જાય છે, જેને દૂર કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે. આજે અમે તમને ઘણી સરળ ટ્રીક્સ જણાવીશું

બાળકો હોય કે મોટા, દરેકના કપડા પર અમુક અંશે દાગ લાગે છે, પરંતુ જો શાહીનો ડાઘ હોય તો તેને દૂર કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે. આ ડાઘ તમે ગમે તેટલો પ્રયાસ કરો તો પણ દૂર થતા નથી. કપડામાંથી હઠીલા ડાઘ દૂર કરવા એ સરળ કાર્ય નથી. આજે અમે તમને ઘણી સરળ ટ્રીક્સ જણાવીશું, જેના દ્વારા તમે શાહીના ડાઘથી છુટકારો મેળવી શકો છો. 

ટૂથપેસ્ટનો ઉપયોગ
ડાઘ દૂર કરવા માટે તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. ટૂથપેસ્ટમાં એક્સ્ફોલિએટિંગ પ્રોપર્ટીઝ હોય છે, જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને ડાઘવાળી જગ્યા પર ઘસો  અને પછી તેને ડિટર્જન્ટથી ધોઈ લો.

શેવિંગ ક્રીમનો ઉપયોગ
શેવિંગ ક્રીમ પણ તમારા માટે ખૂબ કામ આવી શકે છે. તમે શેવિંગ ક્રિમની મદદથી પણ  કપડાં પરના શાહીના ડાઘા દુર કરી શકો છો.. બ્રશની મદદથી ડાઘવાળી જગ્યા પર શેવિંગ ક્રીમ લગાવો અને પછી તેને સારી રીતે ઘસો અને 15 મિનિટ માટે રહેવા દો. પછી તેને ડિટર્જન્ટથી ધોઈ લો. 

લીંબુ અને મીઠાનો ઉપયોગ 
ડાઘ દૂર કરવામાં મીઠું અને લીંબુ ખૂબ જ મદદગાર સાબિત થાય છે. તમારે આ બંનેને ડાઘવાળી જગ્યા પર સારી રીતે મિક્સ કરીને ઘસવાનું છે. . એક ચમચી લીંબુના રસમાં મીઠું ભેળવીને ડાઘવાળી જગ્યા પર લગાવો અને પછી તેને બ્રશથી સારી રીતે ઘસો. લીંબુમાં બ્લીચિંગ ગુણ હોય છે, જે ડાઘને હળવા કરે છે.

આ પણ વાંચોઃ ગરમીમાં ઓઈલી સ્કીન થતાં ખીલની સમસ્યા: લગાવો આ દેશી ફેસ પેક, પછી જુઓ જાદુઇ ચમક

ટામેટાનો ઉપયોગ
તમે ડાઘ દુર કરવા ટામેટાનો ઉપયોગ પણ કરી શકો છો.. ટામેટાને કાપીને તેમાં મીઠું નાખીને ડાઘ પર સારી રીતે ઘસો, અને 10-15 મિનિટ માટે રહેવા દો, તેનાથી ડાઘ આછા થઇ જશે 

બેકિંગ સોડાનો ઉપયોગ 
બેકિંગ સોડાની મદદથી પણ ડાઘ દુર કરી શકાય છે,  બેકિંગ સોડામાં પાણી નાંખી મિક્સ કરો અને તેને ડાઘવાળી જગ્યા પર લગાવો

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ