બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / Apply this face pack of neem and multan mud if pimples have ruined your face
Last Updated: 12:18 AM, 30 March 2024
ઉનાળાની સાથે જ ચહેરા પર વધુ પરસેવો આવવા લાગે છે. આ સાથે તૈલી ગ્રંથીઓ પણ સક્રિય થાય છે. જેના કારણે ધૂળ અને ગંદકી ત્વચા તરફ આકર્ષાય છે અને પિમ્પલ્સ દેખાવા લાગે છે. જો ઉનાળાની શરૂઆતથી જ ત્વચાની યોગ્ય કાળજી લેવામાં આવે તો આ પિમ્પલ્સ ઘટાડી શકાય છે. આ ઉપરાંત પિમ્પલના નિશાન પણ ઓછા થશે. પિમ્પલ્સ ઘટાડવા માટે ઘરે તુલસી, લીમડો અને મુલતાની માટીનો ફેસ પેક તૈયાર કરો અને તેને આ રીતે લગાવો. તેની અસર બીજા દિવસથી જ જોવા મળશે.
ADVERTISEMENT

લીમડો, મુલતાની માટી અને તુલસીનો ફેસ પેક કેવી રીતે બનાવવો
ADVERTISEMENT
એક કાચના બાઉલમાં લીમડાનો પાવડર અને મુલતાની માટી લો. તુલસીના પાનને પીસીને તેમાં મિક્સ કરો. જેથી તુલસીના પાનનો રસ મેળવી શકાય. હવે તેમાં દહીં અને મધ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ટી ટ્રી ઓઈલના એકથી બે ટીપા પણ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો.

ADVERTISEMENT
વધુ વાંચો : વાળની ટ્રીટમેન્ટ કરાવતા હોય તો ચેતજો! કિડની કામ કરતી થઈ જશે બંધ, નવા રિસર્ચમાં ખતરનાક ખુલાસો
આ રીતે ચહેરા પર ફેસ પેક લગાવો
ADVERTISEMENT
સૌ પ્રથમ ચહેરાને સારી રીતે ધોઈ લો. પછી તેને સૂકવીને ફેસ પેક લગાવો અને લગભગ અડધો કલાક રહેવા દો. પછી પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ આ ફેસ પેક લગાવવાથી પિમ્પલ્સથી રાહત મળશે. અને પિમ્પલના નિશાન પણ ઓછા થવા લાગશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.