બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / Be careful if you are doing hair treatment! Kidneys will stop functioning, dangerous explanation in new research
Last Updated: 11:00 PM, 29 March 2024
આજકાલ વાળની સુંદરતા વધારવા માટે કેરાટિન ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને ફ્રઝી વાળથી છુટકારો મેળવવા અને વાળને વધુ ચમકદાર, સીધા અને સિલ્કી બનાવવા માટે, મોટાભાગની સ્ત્રીઓ દર 6 મહિને કેરાટિન ટ્રીટમેન્ટ કરવાનું પસંદ કરે છે. આ કારણે વાળ પણ અમુક અંશે સારા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા વાળની સુંદરતામાં વધારો કરતી આ પદ્ધતિ તમારા શરીરના અન્ય મહત્વપૂર્ણ ભાગો માટે ખતરો બની શકે છે? તાજેતરના સંશોધનના પરિણામો દર્શાવે છે કે વાળમાં કરવામાં આવતી કેરાટિન ટ્રીટમેન્ટ કિડનીના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે.
ADVERTISEMENT
તે કેવી રીતે હાનિકારક છે?
આ બાબતના સંદર્ભમાં 'ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન'માં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે કે, 'કેરાટિન આધારિત હેર સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ્સમાં ગ્લાયકોક્સિલિક એસિડ જોવા મળે છે. અગાઉ કેરાટિન આધારિત હેર સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ્સમાં ફોર્માલ્ડિહાઈડનો ઉપયોગ થતો હતો. જેમાં વાળ, ત્વચા અને આંખો પર પ્રતિકૂળ અસરો જોવા મળી હતી. આ પછી, આ કેમિકલ બદલીને તેની જગ્યાએ ગ્લાયકોલિક એસિડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.. પરંતુ તમને જણાવી દઈએ કે આ એસિડ પણ તમારા સ્વાસ્થ્ય માટે પણ સુરક્ષિત નથી.
ADVERTISEMENT
ઓક્સાલેટમાં રૂપાંતરિત થઇ કિડનીને નુકસાન પહોંચાડે છે
'જ્યારે ગ્લાયકોલિક એસિડનું મેટાબોલાઇઝ થાય છે, ત્યારે તે ગ્લાયકોક્સિલિક એસિડ બને છે અને અંતે ઓક્સાલેટ બનાવે છે, જે કિડનીને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. ગ્લાયકોલિક એસિડ લોહીના પ્રવાહમાં શોષાય છે અને ઓક્સાલેટમાં રૂપાંતરિત થાય છે, જે કિડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે.
ADVERTISEMENT
જોકે ગ્લાયકોલિક એસિડ ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ જેમ કે ક્લીન્સર, ટોનર, સીરમ અને મોઇશ્ચરાઇઝર્સમાં જોવા મળે છે, પણ તેની માત્રા કેરાટિન આધારિત હેર ટ્રીટમેન્ટ જેટલી વધારે નથી હોતી. ગ્લાયકોલિક એસિડ આપ્રક્રિયામાં મુખ્ય ઘટક છે. આવી સ્થિતિમાં, આ ઉપચાર ટાળો.
તે જ સમયે, સમાન તારણો 'ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિન', 'અમેરિકન જર્નલ ઑફ કિડની ડિસીઝ'માં પ્રકાશિત થયેલા અન્ય પેપરમાં પણ બહાર આવ્યા છે. સંશોધન દરમિયાન, સંશોધકોએ 26 દર્દીઓને ઓળખ્યા જેમને કેરાટિન સારવાર પછી તીવ્ર કિડનીની ઈજાનો અનુભવ થયો હતો.
ADVERTISEMENT
26 દર્દીઓમાંથી 7 દર્દીઓમાં કિડની બાયોપ્સીમાં શું આવ્યું સામે ?
ADVERTISEMENT
બીજી તરફ 26 દર્દીઓમાંથી 7 દર્દીઓમાં કિડની બાયોપ્સી કરવામાં આવી હતી, જેમાં 6 દર્દીઓમાં ઇન્ટ્રા ટ્યુબ્યુલર કેલ્શિયમ ઓક્સાલેટ ડિપોઝિશન જોવા મળ્યું હતું અને ટ્યુબ્યુલર કોશિકાઓમાં માઇક્રોકેલ્સિફિકેશન 1 માં જોવા મળ્યું હતું. આવી સ્થિતિમાં, આગલી વખતે આવી હેર ટ્રીટમેન્ટ કરતા પહેલા ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.