બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : બગડ'વા' શરુ! 10 વર્ષના છોકરાએ રસ્તા પર વીડિયો બનાવી રહેલી યુવતીને ગંદા અડપલાં કર્યાં
Last Updated: 04:32 PM, 7 November 2024
છોકરાઓમાં હવે બગડ'વા' શરુ થયો છે. બેંગ્લુરુમાં 10 વર્ષના છોકરાના હાથે એક યુવતીની છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. છોકરીએ એક વીડિયો બનાવીને પોતાની સાથે બનેલી આખી ઘટના જણાવી છે. નેહા બિસ્વાલ નામની યુવતીએ કહ્યું કે BTM લેઆઉટ પરની એક ગલીમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન હું એક વીડિયો રેકોર્ડ કરી રહી હતી ત્યારે બીજી બાજુથી સાયકલ પર સવાર એક છોકરો આવ્યો અને મારી સાથે અડપલાં શરુ કર્યાં હતા. તેણે મને પકડી હતી અને મને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. બેંગલુરુ પોલીસે આ મામલાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે. આ વિસ્તારમાં પીજીમાં રહેતી નેહા બિસ્વાલે કહ્યું કે તે ડરી ગઈ હતી. નેહાએ વીડિયોમાં કહ્યું, 'આજ સુધી મારી સાથે આવું નથી થયું. મને બહુ ખરાબ લાગ્યું. હું ચાલતી વખતે વીડિયો બનાવી રહી હતી ત્યારે સામેથી સાઈકલ પર એક છોકરો આવ્યો હતો અને મારી નજીક આવ્યો હતો ત્યાર બાદ તેણે મને ટોણો માર્યો. હું કેમેરા પર કેવી રીતે વાત કરું છું તે અંગે તે મને ટોણો મારતો હતો.
ADVERTISEMENT
Disturbing incident: Influencer Neha Biswal, with 430K+ followers, was reportedly groped by a young boy on the street—a sad reflection of the lack of respect and boundaries. While anger is natural, the solution lies in educating on consent and respect from a young age! pic.twitter.com/GLQfwZTyhZ
— Akassh Ashok Gupta (@peepoye_) November 7, 2024
છેડતીખોર છોકરાને મુક્કો માર્યો
ADVERTISEMENT
નેહાએ કહ્યું કે છોકરાએ છેડતી કર્યા પછી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો. મેં બૂમો પાડી હતી. ત્યાં ઘણા લોકો હાજર હતા જેમણે તેને કહ્યું કે બાળકને છોડી દો કારણ કે તે ખૂબ નાનો હતો. તેણે કહ્યું કે કદાચ તેણે જાણી જોઈને આવું કંઈ કર્યું નથી. નેહાએ કહ્યું કે જ્યારે મેં તેમને વીડિયો બતાવ્યો ત્યારે મેં જે કહ્યું તે તેઓ માની ગયા. નેહાએ કહ્યું કે ઘણા લોકોએ દલીલ કરી કે તે બાળક છે. તેથી તેને જવા દો, પરંતુ હું તે નહીં કરું, મેં પણ છોકરાને મુક્કો માર્યો હતો. પોલીસે હવે સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાનું શરુ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સંસદનું શિયાળુ સત્ર / 'વન નેશન વન ઇલેક્શન' પર સરકારની પૂરી તૈયારી, સોમવારે લોકસભામાં રજૂ કરાશે બિલ, જાણો વિગત
મહારાષ્ટ્ર વિધાનસભા / 15 ડિસેમ્બરે થશે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટનું વિસ્તરણ, નાગપુરમાં શપથ લેશે નવા મંત્રી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.