બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:49 AM, 13 May 2025
પાકિસ્તાનની વિનંતી બાદ ભારતે હાલ પૂરતું 'ઓપરેશન સિંદૂર' મુલતવી રાખ્યું છે, પરંતુ દેશની ત્રણેય સેનાઓ સંપૂર્ણપણે સતર્ક છે. સોમવારે રાત્રે પંજાબ સહિત ઘણા સરહદી વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યાના અહેવાલો આવ્યા હતા, જેના પછી ઘણા શહેરોમાં બ્લેકઆઉટ લાગુ કરવો પડ્યો હતો, ત્યારે ઇન્ડિગો એરલાઇન્સે તેના મુસાફરો માટે એક મોટી મુસાફરી એડવાઝરી જારી કરી છે.
ADVERTISEMENT
#6ETravelUpdate pic.twitter.com/DfBfSws8l1
— IndiGo (@IndiGo6E) May 12, 2025
આ 5 શહેરોમાં ફ્લાઇટ લેન્ડિંગ કે ટેકઓફ નહીં થાય
ADVERTISEMENT
એરલાઇને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, સરહદી વિસ્તારોની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિમાનો 13 મેના રોજ જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટમાં ગ્રાઉન્ડેડ રહેશે. જેનો અર્થ એ થયો કે આજે આ 5 શહેરોમાં ઇન્ડિગો એરલાઇન્સની કોઈ ફ્લાઇટ લેન્ડિંગ કે ટેકઓફ નહીં થાય.
ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે
કંપનીએ તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે, આ નિર્ણય લોકોના ટ્રાવેલ પ્લાનને બગાડશે અને તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જરૂરી છે. ઇન્ડિગોએ તેના મુસાફરોને એરપોર્ટ જતા પહેલા કંપનીની વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસતા રહેવા જણાવ્યું છે. જેથી તેઓ કોઈ કારણ વગર મુશ્કેલીમાં મુકાવાથી બચી શકે. કંપનીએ કહ્યું કે, તેમની સુરક્ષા ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. કંપની ભવિષ્યમાં શું પગલાં લેવામાં આવશે તે અંગે તેના મુસાફરોને અપડેટ્સ આપતી રહેશે.
આ પણ વાંચો: આજે આ વિસ્તારમાં ખાબકશે વરસાદ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખેડૂતો ચિંતિત
જમ્મુ-કાશ્મીરમાં આજથી શાળાઓ ખુલશે
બીજી તરફ, 4 દિવસ બંધ રહ્યા બાદ, સરહદી વિસ્તારો સિવાય જમ્મુ અને કાશ્મીરના તમામ જિલ્લાઓમાં આજથી શાળાઓ ખુલશે. આજે જે જિલ્લાઓમાં શાળાઓ બંધ રહેશે તેમાં કુપવાડા અને બારામુલ્લાનો સમાવેશ થાય છે. આ સાથે, બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં પણ આજે શાળાઓ બંધ રહેશે. પાકિસ્તાની હુમલાથી બાળકોને બચાવવા માટે, આ જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.